Advertisement
Author: નોબત સમાચાર

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ અસુરક્ષિતઃ મમતા સરકાર અસંવેદનશીલઃ ગુંડાઓથી ફેલાયો ગભરાટ

પ. બંગાળના રાજ્યપાલે રાજ્ય સરકારની કરી આકરી ટીકાઃ

કોલકાતા તા. ૧૯ઃ પ. બંગાળમાં મહિલાઓ સરક્ષિત નથી અને મમતા સરકાર અસંવેદનશીલ તેમ જણાવી રાજ્યપાલે રાજ્ય સરકારની આકરી ટીકા કરી છે.

કોલકાતાની આર જી મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા કેસ મામલે દેશભરમાં આક્રોશ ભભૂકી રહ્યો છે. એવામાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોસે રાજ્ય સરકારની ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે બંગાળમાં મહિલાઓ સુરક્ષિત નથી. વર્તમાન સરકારે મહિલાઓને નિરાશ કરી છે. બંગાળને તેનું ગૌરવ પરત મળવું જોઈએ જ્યાં મહિલાઓ માટે સમાજમાં સન્માનજનક સ્થાન હતું. મહિલાઓ હવે ગુંડાઓથી ગભરાય છે. રાજ્ય સરકાર આ મુદ્દે અસંવેદનશીલ છે.

નોંધનીય છે કે આ કેસ મામલે માત્ર બંગાળ જ નહીં દેશના દરેક રાજ્યમાં સ્વાસ્થ્ય-કર્મીઓ હડતાલ તથા પ્રદર્શન કરીને વિરોધ કરી રહ્યા છે. મમતા સરકાર પર સતત ગંભીર આરોપ લાગી રહ્યા છે. પીડિતાના પરિજનો પણ રાજ્ય સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ ન હોવાનું જણાવી રહ્યા છે. ત્યાં આઈએમએ તથા પદ્મવિજેતા તબીબો આ મામલે પીએમ મોદીને પત્ર લખ્યો છે.

આ મુદ્દે હવે પદ્મ સન્માનિત તબીબો એક થઈને અવાજ ઊઠાવ્યો છે. પદ્મ પુરસ્કારથી સન્માનિત ૭૧ તબીબોએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. સાથે સાથે તબીબોની સુરક્ષા માટે અલગથી કાયદો બનાવવા માંગ કરી છે. ડોક્ટર્સે પત્રમાં લખ્યું છે કે, 'આવા અત્યાચારોને રોકવા માટે કડક એક્શન લેવાની જરૃર છે. મહિલાઓ અને સ્વાસ્થ્ય્ કર્મીઓ વિરૃદ્ધ થતી હિંસા તાત્કાલિક રોકવાની જરૃર છે. તબીબો તથા સ્વાસ્થ્ય કર્મીઓ વિરૃદ્ધ થતી હિંસા-અત્યાચાર રોકવા માટે સરકારનો ખરડો તૈયાર છે, પણ હજુ સુધી તેને સંસદમાં રજૂ કરવામાં આવ્યો નથી. આગ્રહ કરીએ છીએ તાત્કાલિક અધ્યાદેશ લાવી કાયદો બનાવવો જોઈએ અને ખરડો પસાર કરવો જોઈએ, જેથી સ્વાસ્થ્યકર્મીઓ નીડર થઈને કામ કરી શકે.'

જે તબીબોએ આ પત્રમાં સહી કરી છે જેમાં એમ્સના પૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયા, આઈસીએમઆરના પૂર્વ ચીફ બલરામ ભાર્ગવ, એસ.કે. સરીન, ગંગારામ ટ્રસ્ટ સોસાયટીના ચેરમેન ડી.એસ. રાણા, અરવિંદ લાલ, મેદાન્તાના ચેરમેન નરેશ ત્રેહાન, ફોર્ટિસના ચેરમેન અશોક શેઠ, મહેશ વૃમા, યશ ગુલાટી, પુરુષોત્તમ લાલ જેવા જાણીતા તબીબોના નામ સામેલ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh