Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટીયા તા. ૧૯ઃ ભાટીયા ગામની ઉત્તર દિશામાં આવેલ ખારી વાડીનો માર્ગ ભારે વરસાદના કારણે સાવ ધોવાઈ ગયો છે અને પરિણામે આ માર્ગ ઉપરથી અવરજવર સદંતર બંધ થઈ ગઈ છે. જેથી ૩૦૦ જેટલા ખેડૂતોની ખેતીવાડીને ભારે અસર થઈ છે.
આ રસ્તો સદંતર બંધ થઈ ગયેલ છે જેથી અહીંથી પસાર થતાં ખેડૂતો,ખેતીના સાધનો, રહેણાક સોસાયટીના ધંધાર્થી લોકો, અને ભાટીયા આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ માર્ગથી બિલકુલ પસાર ન થઈ શકાય એટલી હદે રસ્તો ધોવાઈ ગયો છે. આ માર્ગમાં વચ્ચે ભાટીયાની એક માત્ર તિલાક નદી પસાર થઈ હોય વચ્ચે આવેલ નાનો પૂલ વ્યક્તિ ડૂબી જાય એટલા પાણી વડે ભરાય ગયો છે. પુલની વચ્ચેની માટી ધોવાય ગયેલ છે. આ રસ્તાના ઉપયોગથી પોતાની ખેતી વાડી પર જતાં લગભગ ૩૦૦ ખેડૂતો હાલ પોતાના ખેતરો પર જઈ શકતા નથી. એટલું જ નહીં નદીને સામે કાંઠે આવેલ સોસાયટીમાં વસવાટ કરતા ધંધાર્થી તથા ભાટીયામાં ભણવા આવતા વિદ્યાર્થીઓ સ્કૂલ જઈ શકતા નથી.
આ રસ્તો કોઈ નાની સમસ્યા નથી, કેમ કે તેના નુકસાનનો તાગ તે રીતે મળવી શકાય કે અનેક વીઘા જમીનમાં વાવેલ મોલતો જો રૃબરૃ જઈ માવજત નહીં થાય તો તે નુકસાનનો આંક કરોડોમાં આવી શકે છે.
આ ખારીવાડી માર્ગમાં ભાટીયાથી ઉતરે નદી તરફ જતાં આવતો ગરેડા છેલ્લા ૭ વર્ષથી ઘસાતો ગયો અને હાલ તે ૮ ફૂટ જેટલી ઊંચાઈમાં ૧૦૦૦ મીટર જેટલો માર્ગ ધોવાઈ ગયેલ અને વચ્ચે નદી ક્રોસ કરવાના પુલ સહિત ખૂબ જ ધોવાણ થઈ ગયેલ છે.
ખેડૂતોની માંગ છે કે આ માર્ગમાં હેવી મેટલ પાથરી ધોવાઈ ગયેલ બ્રિજ પર કોંક્રિટ કરી ફરીથી રસ્તો યુદ્ધના ધોરણે કાર્યરત કરવામાં આવે જેથી ખેડૂતો પોતાના ખેતરો પર જઈ શકે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial