Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રક્ષાબંધન પર્વ નિમિત્તે
જામનગર તા. ૧૯ઃ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે જામનગર એસ.ટી. વિભાગ દ્વારા વધારાની બસો દોડાવાઈ હતી અને એક દિવસમાં વધારાની રૃા. ૧ લાખ ૪૭ હજારની આવક મેળવી હતી. રક્ષાબંધનના પવિત્ર તહેવારને અનુલક્ષીને એસ.ટી. ડિવિઝન જામનગર દ્વારા તા. ૧૮-૮-ર૦ર૪ ના વધારાની ર૬ ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેથી મુસાફરી ધસારાને પહોંચી શકાય અને મુસાફરોને ગીર્દીનો સામનો કવરો પડે નહીં. આ સેવાનો ૧પપ૧ મુસાફરોએ લાભ લીધો હતો.
ખાસ કરીને જામનગરથી રાજકોટ, મોરબી, અમદાવાદની વધારાની બસો દોડાવાઈ હતી જેમાંથી રૃા. ૧,૪૭,૦પ૩ ની વધારાની આવક એસ.ટી. વિભાગને મળવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial