Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુન્નાર વિધાનસભા બેઠક માટે ખેંચતાણ
મુંબઈ તા. ૧૯ઃ એનડીએમાં ફરી ડખો થતા ભંગાણના ભણકારા વાગી રહ્યા છે. અજીત પવારની રેલીમાં ભાજપ કાર્યકરોએ જ કાળા વાવટા ફરકાવતા અજીત પવારની એનસીપી ભડકી છે.
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ગરમાવા વચ્ચે રવિવારે એક મોટી ઘટના પ્રકાશમાં આવી હતી. ડેપ્યુટી સીએમ અજીત પવારની જન સન્માન યાત્રા દરમિયાન ભાજપના નેતાની આગેવાની હેઠળના પક્ષના કાર્યકરોએ કાળા ઝંડા બતાવ્યા હતાં.
જુન્નારથી ભાજપના નેતા આશા બુચકેના નેતૃત્વમાં ભાજપના કાર્યકરોના એક જૂથે ડેપ્યુટી સીએમ અજિત પવારને કાળા ઝંડા બતાવ્યા હતાં. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ દેવેન્દ્ર ફડણવીસને સ્પષ્ટતા કરવાની માંગ કરી કે શું તેઓ તેમના ભાજપના કાર્યકરોના વર્તન સાથે સંમત છે કે નહીં.
ભાજપના નેતા આશા બુચકે દાવો કર્યો હતો કે, એનસીપી આગામી વિધાનસભા ચૂંટણી માટે જુન્નાર બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારવાનો પ્રયાસ કરી રહી છે, તે અમારું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેથી અમે આક્રમક વલણ અપનાવ્યું છે.
ઉલ્લેખનિય છે કે જુન્નાર વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ એનસીપી ધારાસભ્ય અતુલ બેનકે કરે છે ભાજપે આરોપ લગાવ્યો છે કે, અજીત પવાર અતુલ બેનકેને પ્રોત્સાહન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નોંધનીય છે કે આશા બુચકે અગાઉ શિવસેનામા હતા અને બે વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂકયા છે, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો. તે હવે જુન્નરથી વિધાનસભા ચૂંટણીની ટીકિટની આશા રાખી રહ્યા છે.
બીજી તરફ એનસીપીના પ્રવકતા અમોલ મિટકરીએ કહ્યું કે, જન સન્માન યાત્રા અમારી પાર્ટીનો સ્વતંત્ર કાર્યક્રમ છે, જે લોકો કાળા ઝંડા બતાવી રહ્યા છે તેઓએ અલગ કાર્યક્રમ યોજવો જોઈએ. અમે દેવેન્દ્ર ફડણવીસ પાસેથી તેમના પક્ષના કાર્યકરોના આ વર્તન અંગે ખુલાસો માંગીએ છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial