Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભેંસદળના યુવાન વ્યાજખોરીના વિષચક્રમાં ફસાયાઃ આઠ સામે ફરિયાદઃ
જામનગર તા. ૧૯ઃ જામનગરના ગોકુલનગરમાં રહેતા એક ભાનુશાળી યુવાને ત્રણ વ્યાજખોરને મુદ્દલથી વધુ રકમ વ્યાજ પેટે ચૂકવ્યા પછી પણ તેમની બે મોટર, ત્રણ કોરા ચેક, મકાન તથા અનાજ દળવાની ઘંટીના અસલ કાગળો પડાવી લેતાં નાસીપાસ થઈ ગયેલા આ યુવાને ઝેરી દવા પીધી છે. પોલીસે તેમની પત્નીની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે. ધ્રોલના ભેંસદળ ગામના વતની પ્રૌઢે અગિયાર વર્ષ પહેલા પોતાના ભાઈની બીમારીના કારણે રૃા.૧૫ લાખ પાંચ ટકાના વ્યાજે લીધા પછી અન્ય સાત શખ્સ પાસેથી પૈસા લેવા પડ્યા હતા. આઠેય વ્યાજખોરોએ આ પ્રૌઢની મોટર તેમજ તગડુ વ્યાજ વસૂલ્યા પછી પણ ધમકી આપતા મામલો આખરે પોલીસમાં પહોચ્યો છે. પોલીસે વ્યાજખોરોની ધરપકડ માટે તજવીજ શરૃ કરી છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા મહેશભાઈ ભૂપતભાઈ ફલીયા નામના ભાનુશાળી યુવાને થોડા વખત પહેલાં નિંદ્રેશ ગાગલીયા નામના શખ્સ પાસેથી રૃા.૧૪ લાખ ૨૦ ટકાના વ્યાજે મેળવ્યા હતા. દર મહિને રૃા.૨૮ હજાર લેખે વ્યાજ ચૂકવતા મહેશભાઈએ અત્યાર સુધીમાં રૃા.૨૮ લાખ ચૂકવી આપ્યા હોવા છતાં વધુ વ્યાજની ઉઘરાણી કરી નિંદ્રેશે જીજે-૩ એચએ ૮૬૭૭ નંબરની સફેદ રંગની ફોર્ચ્યુનર મોટર મહેશભાઈ પાસેથી પડાવી લીધી હતી. તે ઉપરાંત જીજે-૧૦ ડીઈ ૯૨૯૧ નંબરની વેન્યુ મોટર તથા કાળા રંગનું એક્ટિવા સ્કૂટર પણ વ્યાજમાં નિંદ્રેશે ઝૂંટવી લીધા હતા.
તે ઉપરાંત બનેસિંહ જાડેજા નામના શખ્સે રૃપિયા સાડા ચાર લાખ દસ ટકાના વ્યાજે ધીરી રૃા.૧ લાખ ૩૫ હજાર મળી ગયા હોવા છતાં ગોકુલનગર પાસે શિવનગરમાં આવેલુ મહેશભાઈના મકાનના કાગળ તથા લખાણ મેળવી લીધા હતા. જ્યારે બનેસિંહે પૈસા આપતી વખતે મહેશભાઈ પાસેથી તેમના સાળા ભરતભાઈ કાંતિલાલ ગોરીના ત્રણ કોરા ચેક પણ લીધા હતા.
ઉપરોક્ત બે વ્યાજખોર ઉપરાંત સુખુભા જાડેજા નામના શખ્સે રૃા.૧૦ લાખ ૧૦ ટકાના વ્યાજે ધીરીને રૃા.૧૦ લાખ પડાવી લીધા હતા. તે પછી પણ જામીન તરીકે મુકવામાં આવેલા ગોકુલનગરના મુકતા એસ્ટેટમાં અનાજ દરવાની ઘંટીના અસલ દસ્તાવેજ પડાવી લીધા હતા. તે પછી વ્યાજ નહીં ચૂકવી શકતા મહેશભાઈને આ શખ્સોએ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ડરી ગયેલા મહેશભાઈએ શનિવારે સાંજે કોઈ ઝેરી દવા પી લીધી છે. તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ યુવાનના પત્ની હેતલબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સિટી સી ડિવિઝનના પીએસઆઈ આર.ડી. ગોહિલે ગુન્હો નોંધી તપાસ આદરી છે.
ધ્રોલ તાલુકાના ભેંસદળ ગામના વતની અને હાલમાં રાજકોટમાં નારાયણનગર મેઈન રોડ પર વસવાટ કરતા સુરેશભાઈ નરશીભાઈ ખોલીયા નામના યુવાને વર્ષ ૨૦૦૩ના માર્ચ મહિનામાં જગદીશ હરીલાલ ખોલીયાએ રૃા.૧૫ લાખ પાંચ ટકાના વ્યાજે આપી સિક્યુરિટીમાં જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો. તે પછી સુરેશભાઈની ખેતીની ઉપજમાંથી રૃા.૩ લાખ તથા રૃા.૭ લાખ વ્યાજ પેટે વસૂલ્યા હતા. જ્યારે જોડિયા તાલુકાના પડાણા ગામના રાજકુમાર ચંદ્રસિંહ જાડેજાએ અઢી ટકા લેખે રૃા.૫ લાખ વ્યાજે આપી વ્યાજ વસુલ્યું હતું. નાના વાગુદળ ગામના મુન્ના જાડેજાએ રૃા.૧ લાખ ૧૦ ટકા લેખે આપી વ્યાજ વસૂલ કર્યું હતું.
તે ઉપરાંત ભેંસદળના વીભલ નાગજીભાઈ ભુંડીયાએ રૃા.ર લાખ ૬ ટકાના વ્યાજે આપી વ્યાજ પડાવ્યું હતું. તે પછી વ્યાજ નહીં ચૂકવી શકાતા સુરેશભાઈની બલેનો મોટરના કાગળ લઈ લીધા હતા અને એક કોરો ચેક પડાવી લીધો હતો. હાડાટોડા ગામના મુન્ના જાડેજાએ પાંચ ટકા લેખે રૃા.૨ લાખ આપી વ્યાજ વસૂલ્યું હતું. ભેંસદળ ગામના જ કડવા મચ્છાભાઈ વહેરાએ વ્યાજે રૃપિયા આપવા બદલ રૃા.પ૦ હજાર લઈ લીધા હતા. મુન્ના જાડેજાએ વ્યાજ સામે સુરેશભાઈની મોટર પડાવી લીધી હતી અને તેમના ઘરને તાળુ મારી દીધુ હતું. હાડાટોડા ગામના જ હકુભા વેલુભા જાડેજાએ રૃા.ર લાખ પ ટકા લેખે આપી એક કોરો ચેક તથા સ્ટેમ્પમાં સહી કરાવીને લખાણ લઈ લીધુ હતું. આઠેય વ્યાજખોરે સુરેશભાઈને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં સુરેશભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial