Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના મુખ્યયાત્રાધામો નજીકના સ્થળોનો રૃા. ૮પ૭ કરોડના ખર્ચે વિકાસ
ગાંધીનગર તા. ૧૯ઃ ગુજરાત સરકાર દ્વારા મુખ્ય યાત્રાધામોની ફરતે આવેલા નાના-નાના યાત્રાધામોનો રૃા. ૮પ૭.૧૪ કરોડના ખર્ચે વિકાસ થયો છે. રપ વર્ષ પછીની જરૃરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં યાત્રાધામોનો વિકાસ આવી રહ્યો છે. કોટેશ્વર મહાદેવ, બહુચરાજી, માંચી ચોક, માધવપુર જેવા યાત્રાધામો પર વિશેષ ફોકસ કરાયું છે. દ્વારકા કોરિડોર, કૃષ્ણ-રૃક્ષ્મણી મંદિર તેમજ સિદ્ધપુર જેવા તીર્થોમાં પણ પૂર ઝડપે વિકાસની કામગીરી થઈ રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્ર સતત વિકાસ કરી રહ્યું છે. ગુજરાતમાં ધાર્મિક પ્રવાસન સ્થળો અને તીર્થસ્થાનોનું વિશેષ મહત્વ રહેલું છે. રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે જે પ્રગતિ થઈ રહી છે, તેમાં ધાર્મિક પ્રવાસનનો ખૂબ મોટો ફાળો છે, અને તે જોતાં રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક પ્રવાસનને વેગ આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
રાજ્યના સોમનાથ, અંબાજી, દ્વારકા વગેરે જેવા મોટા અને મુખ્ય યાત્રાધામોના વિકાસ ઉપરાંત, રાજ્ય સરકાર નાના-નાના યાત્રાધામોનો પણ જબરદસ્ત વિકાસ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં ધાર્મિક પ્રવાસનને મોટું પ્રોત્સાહન આપી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર પણ વડાપ્રધાનના પ્રયત્નોમાં પોતાનું યોગદાન આપી રહી છે. રાજ્ય સરકારે નાના-નાના યાત્રાધામોમાં કુલ અંદાજે રૃા.૮૫૭.૧૪ કરોડના ખર્ચે વિકાસકાર્યોનું આયોજન હાથ ધર્યું છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર. રાવલ જણાવે છે કે રાજ્યના તમામ યાત્રાધામોનો સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેમાં માત્ર મંદિરોનો જ વિકાસ નહીં, પરંતુ મંદિર પરિસરની સાથે-સાથે સમગ્ર યાત્રાધામનું માસ્ટર પ્લાનિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી આગામી ૨૦-૨૫ વર્ષોના વિઝન પ્રમાણે આવનાર પ્રવાસીઓની ગણતરીને ધ્યાનમાં લઈને યાત્રાધામોના વિકાસનો નકશો બનાવી શકાય. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા એ રીતનો વિકાસ કરવામાં આવી રહ્યો છે કે જેથી મંદિર કે યાત્રાધામ માત્ર વરિષ્ઠ નાગરિકો માટે જ હોય એવું ન લાગે, પણ તમામ વયજૂથના લોકોને યાત્રાધામ પોતાનું લાગે. રાજ્યના મોટા યાત્રાધામોની ફરતે આવેલા નાના યાત્રાધામોમાં કુલ રૃા.૮૫૭.૧૪ કરોડના ખર્ચે ૧૬૩ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેમાંથી રૃા.૬૫૫ કરોડથી વધુના ખર્ચે ૭૬ વિકાસકાર્યો વિવિધ તબક્કામાં પ્રગતિ હેઠળ છે. ઉપરાંત, રૃા.૭૦.૧૯ કરોડના ખર્ચે ૫૭ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે અને રૃા.૫૨.૦૮ કરોડના ૨૪ કામો આયોજનના તબક્કામાં છે. રૃા.૭૯.૧૦ કરોડના ૬ કામોનો ચાલુ અંદાજપત્રમાં નવા કામ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પાટણ જિલ્લામાં રૃા.૩૧૮.૧૩ કરોડના ખર્ચે યાત્રાધામોનો વિકાસ હાથ ધરવામાં આવ્યો છે. પોરબંદરમાં માધવપુર સ્થિત શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણિ યાત્રાધામમાં રૃા.૪૨.૪૩ કરોડ, કચ્છમાં માતાનો મઢ યાત્રાધામમાં અંદાજે રૃા.૩૨.૭૦ કરોડ અને નારાયણ સરોવરમાં રૃા.૩૦ કરોડના ખર્ચે વિકાસકાર્યો કરવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે દેવભૂમિ દ્વારકામાં દ્વારકા કૉરિડોરનો ભવ્ય પ્રોજેક્ટ વિચારાધીન છે. તદ્ઉપરાંત; બેટ દ્વારકાના વિકાસ માટે રૃા.૧૫૫ કરોડનું માસ્ટર પ્લાનિંગ હાથ ધરાયું છે, તેમજ રૃા.૨૫ કરોડના વિવિધ વિકાસ કાર્યો પ્રગતિમાં છે. બીજી તરફ પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે રૃા.૩૩ કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યો પ્રગતિ હ ેઠળ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial