Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુસાફરે રિક્ષાચાલકને કાન પાછળ છરી હુલાવીઃ
જામનગર તા. ૧૯ઃ જામનગરના પવનચક્કી વિસ્તારમાં એક રિક્ષાચાલકે મુસાફરને પાછળની સીટમાં બેસવાનું કહેતા ડ્રાઈવર પર છરીથી હુમલો કરાયો હતો. જયારે સુભાષબ્રિજ પાસે એસટી બસના ચાલકને હોર્ન કેમ વગાડશ તેમ કહી મોટરમાંથી ઉતરેલા બે શખ્સે ગાળો ભાંડી ઢીકાપાટુ વરસાવ્યા હતા.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા નંદનવન પાર્ક પાસે રહેતા જોગેન્દ્રસિંહ બલદેવસિંહ બહેશ નામના રિક્ષાચાલક ગયા શુક્રવારે બપોરે પોણા ચારેક વાગ્યે પોતાની જીજે-૧૦-ટીડબલ્યુ ૯૮૯૬ નંબરની રિક્ષામાં દરેડ તરફથી જામનગર આવતા હતા ત્યારે રિક્ષામાં મસીતીયા રોડ પરથી એક પેસેન્જર બેઠો હતો.
આ મુસાફર રીક્ષા ડ્રાઇવરની બાજુમાં બેસી જતા તેને પાછળની સીટમાં બેસવાનું કહેતા બોલાચાલી થઈ હતી. તે પછી પવનચક્કી નજીક પહોંચેલી રિક્ષામાં જોગેન્દ્રસિંહ પર આ શખ્સે છરી વડે હુમલો કરી માથામાં ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જોગેન્દ્રસિંહે ફરિયાદ નોંધાવી છે.
જામનગરના સુભાષબ્રિજ પાસે શનિવારે રાત્રે દસેક વાગ્યે એસટીની જીજે-૧૮-ઝેડ ૪૦ ૬૪ નંબરની બોટાદથી બસ લઈને આવેલા ડ્રાઇવર સુરેન્દ્રનગરના મુળી ગામના હરદેવસિંહ ઘનશ્યામસિંહ મોરી મુસાફર ઉતારતા હતા ત્યાર પછી તેઓએ બસ ચાલુ કરી આગળ વધારી હતી ત્યારે જ જીજે-૧૦-ડીઆર ૮૬૮૬ નંબરની થાર મોટર આગળ આવીને ઉભી રહી ગઈ હતી. તેથી ડ્રાઈવરે બસનું હોર્ન વગાડ્યું હતુ.
આ વેળાએ થારમાંથી ઉતરેલા એક શખ્સે હોર્ન કેમ વગાડશ તેમ કહી ડ્રાઈવરનો બોચો પકડી લીધા પછી ગાળો ભાંડી હતી અને ઢીકાપાટુથી માર માર્યો હતો. તે પછી થારમાંથી ઉતરેલા બીજા શખ્સે પણ ગાળો ભાંડી માર માર્યો હતો. ડ્રાઈવર હરદેવસિંહે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial