Advertisement
Author: નોબત સમાચાર

જેએમએમ સામે બળવો કરીને ચંપાઈ સોરેન આજે ભાજપમાં ભળે તેવા એંધાણ

ટ્વિટમાં લાંબી પોસ્ટ મૂકીને બળાપો કાઢ્યા પછી

નવી દિલ્હી તા. ૧૯ઃ જેએમએમ સામે બળવો કરીને પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન આજે ભાજપમાં સામેલ થઈ શકે છે. તેમણે જેએમએમમાં અપમાન થતું હોવાનું કારણ આપ્યું છે.

હેમંત સોરેને ઈડી તેમની ધરપકડ કરે તે પહેલા ઝારખંડના મુખ્યમંત્રીનું પદ ચંપાઈ સોરેનને સોંપ્યું હતું, જો કે હવે જ્યારે ચંપાઈ સોરેન મુખ્યમંત્રી નથી રહ્યા ત્યારે તેઓ બળવો કરવાના ફિરાકમાં છે અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ તેવી અટકળો ચાલી રહી છે.

ચંપાઈ સોરેન દિલ્હી પહોંચ્યા હતાં, જો કે તેમણે કોઈ અન્ય પક્ષમાં જોડાવાની વાત સ્પષ્ટ નહોતી કરી પણ કહ્યું હતું કે, મુખ્યમંત્રી તરીકે મારૃ અપમાન થયું હતું. મારી પાસે ત્રણ વિકલ્પ ખૂલ્લા છે, જ્યારે હેમંત સોરેને કહ્યું હતું કે ભાજપ અમારા ધારાસભ્યોને ખરીદીને રાજ્યમાં સરકાર ઉથલાવવાનો પ્રયાસ કરી રહી છે.

ચંપાઈ સોરેને ટ્વિટર પર લાંબી પોસ્ટ કરી હતી જેમાં પોતાનો બળાપો કાઢ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ૩૧ મી જાન્યુઆરીના ઘટનાક્રમ (હેમંત સોરેનની ધરપકડ) પછી ઈન્ડિયા ગઠબંધને મને ઝારખંડના ૧ર મા મુખ્યમંત્રી બનાવ્યા હતાં. જૂનના અંતે મને જણાવવામાં આવ્યું કે, પક્ષના નેતૃત્વએ મારા તમામ કાર્યક્રમો સ્થગિત કરી દીધા છે, જ્યારે મેં સવાલ કર્યો તો મને જણાવવામાં આવ્યું કે ત્રણ જુલાઈના ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. ત્યાં સુધી મને મુખ્યમંત્રી તરીકે કોઈ કાર્યક્રમમાં ના જવાની સલાહ અપાઈ હતી. શું લોકશાહીમાં એક મુખ્યમંત્રીના કાર્યક્રમોને કોઈ અન્ય વ્યક્તિ રદ કરી દે તેનાથી મોટું અપમાન કોઈ હોઈ શકે?

ચંપાઈ સોરેને કહ્યું કે મેં વિનંતી કરી કે મારો કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી હું બેઠકમાં આવી જઈશ, જો કે મને તેમ છતાં ના પાડી દેવાઈ. મારી રાજકીય કારકિર્દીમાં હાલ હું અંદરથી ટૂટી ગયેલું મહેસુસ કરી રહ્યો છું. મેં ભારાસભ્યની બેઠકમાં કહ્યું હતું કે મારી પાસે હવે ત્રણ વિકલ્પ છે. એક રાજકારણથી સંન્યાસ લેવો, બીજો મારૃ પોતાનું સંગઠન ઊભું કરવું અને ત્રીજો જો કોઈ મળે તો તેની સાથે આગળની સફર પૂરી કરવી.

હેમંત સોરેન ઈડીના કેસમાં છૂટ્યા પછી જુલાઈ મહિનામાં ફરી મુખ્યમંત્રી બન્યા હતાં, અને ચંપાઈ સોરેને મુખ્યમંત્રી પદ છોડી દીધું હતું, જો કે હવે ચંપાઈ સોરેને બળવો કરી દીધો છે અને ખુલ્લેઆમ નામ લીધા વગર હેમંત સોરેન અને તેમના પક્ષ ઝારખંડ મુક્તિ મોરચા પર આકરા પ્રહારો કરી રહ્યા છે.

આ સ્થિતિ વચ્ચે ચંપાઈ સોરેન દિલ્હી પહોંચ્યા છે ત્યારે મુખ્યમંત્રી હેમંત સોરેને ઝારખંડના ગોડામાં રેલીને સંબોધતા કહ્યું હતું કે ભાજપે ગુજરાત, આસામ અને મહારાષ્ટ્રથી પોતાના માણસો ઝારખંડ લાવીને વર્તમાન સરકારને ઉથલાવવાનો પ્રયાસ શરૃ કરી દીધો છે. તેઓ આ માટે ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે.

આ વર્ષે જ ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી છે, જો કે ચૂંટણી ક્યારે યોજવી જે રાજ્યમાં વિપક્ષ ભાજપ નક્કી કરશે, ચૂંટણી પંચ નહીં. જે દર્શાવે છે કે ચૂંટણી પંચ પર ભાજપના લોકોએ કબજો કરી લીધો છે અને હવે તે બંધારણીય સંસ્થા નથી રહી. મારો ભાજપને પડકાર છે કે જો આજે ઝારખંડમાં ચૂંટણી યોજાય તો આવતીકાલે જ ભાજપનો રાજ્યમાંથી સફાયો થઈ જાય.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh