Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગ-અકસ્માત સહિતની દુર્ઘટનાને નિવારવા
જામનગર તા. ૧૯ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત પ્રદર્શન મેદાનના શ્રાવણી મેળામાં આગ, અકસ્માત સહિતની કોઈપણ પ્રકારની દુર્ઘટનાને સત્વરે નિવારી શકાય, તેમજ ફાયર સંબંધિત કોઈ સમસ્યાઓ ઉત્પન્ન ન થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે, અને જામનગર મહાનગરપલિકાના કમિશનર ડી.એન. મોદી, ડેપ્યુટી કમિશનર ઝાલા, નાયબ કમિશનર અને સિટી ઈજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓની ટીમ દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે વિશેષ ધ્યાન આપવામાં આવી રહી છે.
જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોયની રાહબરી હેઠળ પ્રદર્શન મેદાનમાં ૧પ દિવસ માટેનું હંગામી મીની ફાયર સ્ટેશન ઊભું કરીને ફાયર ફાઈટરની સાથે ફાયરના જવાનોની ટીમને રાઉન્ડ ધ ક્લોક તહેનાતમાં રાખવામાં આવી છે, તેમજ જરૃરી સાધનસામગ્રી પણ સ્થળ પર જ ઉપલબધ રાખવામાં આવી છે.
આ ઉપરાંત મેળાના તમામ આયોજકો સ્ટોલ ધારકો વગેરેને ફાયરના તમામ જરૃરી સાધનો પોતાના ધંધાના સ્થળે ઉપલબ્ધ કરાવાયા પછી કોઈ અકસ્માત સર્જાય તો તેનો કઈ રીતે ઉપયોગ કરવો, તે માટેના જરૃરી માર્ગદર્શન માટેનો સેમિનાર યોજીને સ્થળ પર લાઈવ ડેમોન્સ્ટ્રેશનની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મેળાના પ્રારંભ પહેલા જ તમામ મેળાના સંચાલકો-સ્ટોલધારકો, રાઈડ ઓપરેટર વગેરેને એકત્ર કરીને ફાયર શાખાના તજજ્ઞ સ્ટાફની ટીમ દ્વારા લાઈવ ડેમોસ્ટ્રેશન કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને આગ અકસ્માતના ત્વરિત નિવારણ સંબંધે તંત્ર દ્વારા પૂરતી તકેદારીઓ રાખવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial