Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાગાયત યોજના હેઠળ સવા બે લાખથી વધુની સહાય સાથે નવતર પહેલ
જામનગર તા. ૧૯ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી ર૦ ઓગસ્ટથી ૩ સપ્ટેમબર સુધીના ૧પ દિવસ માટેના શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મેળાના રાઈડ સંચાલકો દ્વારા ફાયર સેફ્ટીના મુદ્દે જરૃરી સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવાઈ છે, કે કેમ? તેની ચકાસણી મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડની ટૂકડી દ્વારા કરવામાં આવી હતી, અને સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જામનગર મહાહનગર પાલિકા દ્વારા આયોજિત શ્રાવણીમેળામાં મશીન મનોરંજનની મોટી ૧૮ જેટલી મોટી રાઈડ, તેમજ અન્ય નાના બાળકોની ચિલ્ડ્રન રાઈડ ઊભી કરાઈ છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ગઈકાલે રજાના દિવસે પણ મેળા મેદાનમાં રાઈડધારકો દ્વારા તૈયાર રખાયેલા ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી.
ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોયની રાહબરી હેઠળ જુદા જુદા વિસ્તારના ફાયર સ્ટેશન ઓફિસર જયવીરસિંહ રાણા, ઉમેદ ગામેતી, સજુભા જાડેજા, ઉપેન્દ્ર સુમડ, કામિલ મહેતા સહિતના ફાયર ઓફિસરોની ટીમ દ્વારા સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને ફાયરના બાટલા, પાણી અને રેતીની ડોલ, પાણીના બેરલ સહિતની સાધન સામગ્રીઓ ઉપલબ્ધ કરાવાઈ છે કે કેમો તેનું બારિકાઈથી નિરીક્ષણ કરાયું હતું, તેમજ સ્ટોલધારકોને પણ પ્લાસ્ટિક, કપડા સહિતની વસ્તુઓનો ઉપયોગ નહીં કરવા, તેમજ રમકડાના માલસામાનના પૂઠા-પ્લાસ્ટિક વગેરેનો જથ્થો પણ અન્ય સ્થળે ખસેડી લેવા તાકીદ કરી હતી. ખાણીપીણીના સ્ટોલમાં પણ કપડાના સ્ટોલ નહીં, પરંતુ પતરાના સ્ટોલ ઊભા કરવા માટેની જરૃરી સૂચનાઓ આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial