Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરરોજ અને નિયમિત સફાઈ કામની જરૃર
જામનગર તા. ૧૯ઃ જામનગર શહેરની મધ્યમાં આવેલ નયનરમ્ય અને પાણીથી ભરાયેલા તળાવને વધુને વધુ સુંદર બનાવવા બ્યુટીફિકેશન સહિતના લાખ્ખો-કરોડોના ખર્ચ થાય છે. સિક્યોરીટી પાછળ દર વર્ષે એકાદ કરોડના ચૂકવણા થાય છે... પણ આ તળાવમાં ફેંકવામાં આવતા કચરા, ઠલવાતા ગંદા પાણી, ગંદકીના કારણે તળાવનું પાણી પ્રદૂષિત થયેલું રહે છે. તળાવનું પાણી ગંદકીથી ખરડાયેલા રહેતા હોવાથી દુર્ગંધ મારે છે. એટલું જ નહીં, તળાવ ફરતેના શહેરી વિસ્તારના અંદાજે દોઢ લાખ લોકોને અસર કરે તેમ આસપાસના ડંકી, બોરના પાણીને પણ પ્રદૂષિત કરે છે.
લખોટા તળાવમાંથી કચરો-ગંદકી દૂર કરવા વર્ષમાં બે-ચાર વખત કોઈને કોઈ સામાજિક સેવા સંસ્થાના કાર્યકરો કચરો દૂર કરવાની કામગીરી કરે છે, પણ તે કામગીરી એકાદ-બે દિવસ માટે અને તળાવના થોડાક જ ભાગમાં થતી હોય છે, તો તેમાં વળી કોઈ રાજકીય નેતા કે મનપાના ચૂંટાયેલા સભ્ય આવી ચડે તો માત્ર ફોટો સેશન જ થાય છે!
હમણાં એકાદ અઠવાડિયા પહેલા મનપા તંત્ર જાણે ઈડરિયો ગઢ જીત્યો હોય તેમ તળાવમાં બોટો ઉતારી સ્ટાફ સાથે તળાવમાંથી કચરો કાઢવાની કામગીરી કરી... તેનો ફોટાઓ સાથે વ્યાપક પ્રસિદ્ધિ કરાવી... પણ આ કામગીરી થયા પછી પણ તળાવમાં કચરો-ગંદકી તો જોવા મળે જ છે તેથી કરેલી કામગીરી પ્રત્યે પણ સવાલ ઊઠવા પામે તે સ્વાભાવિક છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે બોટો ઉતારી સ્ટાફ સાથે કાયમ માટે દરરોજ અને નિયમિત સફાઈની વ્યવસ્થા કેમ કરવામાં આવતી નથી?!
ઉપરોક્ત તસ્વીરોમાં આરટીઓ ઓફિસ પાસેના મુખ્ય ચબૂતરાથી પાછળના ભાગે પાછલા તળાવમાં ફેલાયેલા ગંદકી કચરાની હાલત મનપા તંત્રની બેદરકારી દર્શાવે છે. અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, અને લોકો પણ તળાવમાં પૂજાની સામગ્રી સહિતની ચીજવસ્તુઓ પધરાવે છે. ત્યાં નાસ્તો-પાણી કર્યા પછી પેપર, ડીશ, એંઠવાડ, વધેલો ખોરાક, પ્લાસ્ટિકના ખાલી પડીકા, બધું તળાવમાં ફેંકતા હોય છે, ત્યારે તળાવ ફરતે રાખવામાં આવેલી સિક્યોરીટી શું કરે છે?
તળાવના પાણીને કચરા-ગંદકી મુક્ત રાખવાની સીધી અને સંપૂર્ણ જવાબદારી મનપા તંત્રની જ છે. સામાજિક સેવા સંસ્થાઓ કોઈ દિવસ ઝુંબેશ કરે તે સારી બાબત છે, પણ મનપાતંત્ર આવી સંસ્થાઓના ભરોસે બેસી શકે તે તો ન જ ચાલે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial