Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રક્ષાબંધન સાથે સોમવારનો સુભગ સમન્વયઃ રૃદ્રાભિષેક-જળાભિષેક સહિતનું શિવપૂજનઃ રોશનીથી ઝળહળ્યા મંદિરોઃ
'છોટી કાશી'ના ઉપનામથી પ્રચલિત પચાસથી વધુ નાના-મોટા અનેક શિવાલયોની નગરી એવા (નવાનગર) જામનગર શહેરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે જોગાનું જોગ રક્ષાબંધનનું પર્વ પણ જોડાયેલું છે, ત્યારે ભગવાન શિવજીની ભક્તિનો મહિમા અપરંપાર જોવા મળ્યો હતો. આજે વહેલી સવારથી જ પ્રત્યેક શિવાલયોમાં શિવ ભકતોના ઘોડાપૂર જોવા મળ્યા હતાં, જેઓના મુખેથી હર હર મહાદેવનો નાદ ગૂંજી ઉઠ્યો હતો, અને ઘંટારવ સંભળાયો હતો. શ્રાવણ માસના ત્રીજા સોમવારે વહેલી સવારથી જ નગરમાં શિવ ભકતોએ બિલિપત્ર ઉપરાંત અભિષેક અને જલાભિષેકની પૂજા અર્ચના કરી ભોળાનાથને રિઝવવા પ્રાર્થના કરી હતી. શહેરના પુરાણપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, નગરની મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર, જેના ચારેય દ્વારેથી દર્શન કરી શકાય તેવા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા જળેશ્વર મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર, મણીકંકેશ્વર મહાદેવ મંદિર, સહિતના શિવાલયોમાં વહેલી સવારથી જ શિવ ભકતોએ દર્શન માટે કતાર લગાવી હતી અને રૃદ્રાભિષેક-જલાભિષેક સહિતની પૂજા-અર્ચના કરી હતી. તેમ જ ભગવાન શિવજીના પ્રિય એવા બિલ્વપત્રને માથે ચડાવી દર્શનનો લ્હાવો લીધો હતો. જામનગરના પ્રત્યેક શિવાલયમાં પ્રતિદિન સાંજે નિત નવા દર્શનની ઝાંખી જોવા મળી રહી છે, જ્યારે નગરના મોટાભાગના શિવાલયોને ઝળહળતી રોશનીથી સજજ બનાવી દેવાયા છે, જેનો અનન્ય નજારો નિહાળીને શિવભકતો ભાવવિભોર થયા છે. નગરના કેટલાક શિવ મંદિરોમાં રક્ષાબંધનના પર્વે રાખડીના વિવિધ શણગાર પણ જોવા મળ્યા હતાં, જેના દર્શનાર્થે આવેલા અસંખ્ય ભાવિકો પોતાના મોબાઈલ ફોનમાં શિવ મંદિરની ઝાંખી અને રોશનીના ફોટા પડાવી રહેલા જોવા મળી રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial