Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માતાના પગ ધોતા હોય તેવી તસ્વીર
નવી દિલ્હી તા. ૧૯ઃ પીએમ મોદીને શાળાની વિદ્યાર્થીનીઓએ રાખડી બાંધી રણાબંધનની ઉજવણી કરી હતી. દેશભરમાં આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીનીઓએ પીએમ મોદીના હાથ પર જે રાખડી બાંધી છે તે ખાસ છે, કારણ કે રાખડી પર વડાપ્રધાનના સ્વર્ગસ્થ માતાનો ફોટો.
દેશભરમાં આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીની-ઓએ પીએમ આવાસ પર પહોંચી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ પર રાખડી બાંધી. વિદ્યાર્થીનીઓએ પીએમ મોદીના હાથ પર જે રાખડી બાંધી છે તેના પર તેમની સ્વર્ગસ્થ માતાનો ફોટો છે. આ ખાસ રાખડીના ફોટોમાં પીએમ મોદી પોતાની માતાના પગ ધોતા જોવા મળે છે.
પીએમ મોદીએ રક્ષા-બંધનના તહેવાર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. આજે સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગની સાથે ભાઈ-બહેનના પવિત્ર રક્ષાબંધનના તહેવારની ઉજવણી થઈ રહી છે. રક્ષાબંધનના આ પાવન અવસર પર પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી છે. સુખ-સમૃદ્ધિની કામના વ્યક્ત કરી છે.
પીએમ મોદીએ કહ્યું કે, ભાઈ-બહેનના નિશ્વાર્થ પ્રેમના પ્રતીક સમા રક્ષાબંધનના પાવન પર્વની શુભેપ્છા પાઠવી હતી. તેમણે લખ્યું કે આ પાવન તહેવાર તમારા સંબંધોમાં મિઠાસ ઉમેરે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે, રક્ષાબંધન સામાન્ય રીતે રાખડીથી જાણીતો છે, જોકે આજે સાથે સાથે શ્રાવણનો ત્રીજો સોમવાર છે. આથી આજનો દિવસ ખાસ છે. સાથે આજે એક સાથે પ શુભ યોગનો સંયોગ રચાઈ રહ્યો છે. સદીઓથી ભારતીય સંસ્કૃતિ અનુસાર પરંપરા છે કે ભાઈ-બહેનના આ તહેવારને ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. ભાઈના કાંડે રાખડી બાંધીને બહેન ભાઈની પ્રગતિની પ્રાર્થના કરે તો ભાઈ તેના બદલામાં આજીવન બહેનની રક્ષા કરવાનું વચન આપે. આજના દિવસે ભાઈને મોં મીઠું કરી જમાડી બહેન ભાઈને દિલથી દુવા આપે કે ખમ્મા મારા વીરાને... ભાઈ પણ એટલા જ પ્યાર અને લાગણીથી બહેનને ભેટ આપે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial