Advertisement
Author: નોબત સમાચાર

શેરબજારમાં ગયેલી ખોટના રૃા.૨૮ લાખ વસૂલવા યુવાનને ધમકી

શાક માર્કેટ પાસે યુવાન પર છરીથી હુમલોઃ

જામનગર તા. ૧૯ઃ કાલાવડના નાના વડાળા ગામના એક યુવાનને ભાગીદારીમાં શેરબજારનો વ્યવસાય કરતી વખતે ખોટ ગઈ હતી. તે ખોટની રૃા.૨૮ લાખ લેખે માગણી કરી રાજકોટના એક શખ્સે ફોન કર્યાે હતો અને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે જામનગરમાં સુભાષ શાક માર્કેટ પાસે એક યુવાન પર છરીથી હુમલો કરાયો હતો.

કાલાવડના નાના વડાળા ગામના ભરત મનહરદાસ કાપડી અને રાજકોટના મયુર ભાયાભાઈ ધ્રાંગીયા અગાઉ શેરબજારનો રાજકોટમાં વ્યવસાય કરતા હતા. જેમાં ભરતભાઈને નુકસાની ગઈ હતી. તે પછી રૃા.૨૮ લાખની ઉઘરાણી કરી મયુર ધ્રાંગીયાએ ગઈકાલે સવારે ફોન કરી ભરતભાઈને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં રાવ થઈ છે.

જામનગરના સુભાષ શાક માર્કેટ પાસે ગઈકાલે સવારે જલ્પેશ દિનેશભાઈ નકુમ અને તેમના ભાઈ શાક લેવા આવ્યા હતા. ત્યારે જલ્પેશના ભાઈ રિક્ષા લઈને જતા હતા ત્યારે હોર્ન મારવાની બાબતે અવેશ હનીફ શેખ નામના શખ્સે ઉમેદ નકુમ સાથે મારામારી કરી હતી. આ વેળાએ વચ્ચે પડેલા જલ્પેશ પર છરીથી હુમલો કરાયો હતો. પોલીસે અવેશ શેખ સામે ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh