Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડ તાલુકા તથા સલાયા શહેરમાંથી ૩૧ લાખની વીજચોરી

૭૪ વીજજોડાણમાં મળી ગેરરીતિઃ

જામનગર તા. ૧૯ઃ જામનગરની પીજીવીસીએલ કચેરી દ્વારા કરાઈ રહેલા વીજ ચેકીંગમાં શનિવારે કાલાવડ તાલુકા તથા સલાયા શહેરમાંથી રૃા.૩૧ લાખ ૮૩ હજારની વીજચોરી મળી હતી. જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા વીજચોરી પકડી પાડવા શરૃ કરાયેલી ઝુંબેશ અંતર્ગત શનિવારે કાલાવડ તાલુકા તથા ખંભાળિયા નજીકના સલાયામાં વીજ ચેકીંગ કરાયું હતું. બંને સ્થળે પહોંચેલી કુલ ૩૯ ચેકીંગ ટૂકડીએ ૪૭૮ વીજ જોડાણ ચેક કર્યા હતા. તેમાંથી ૭૪ વીજ જોડાણમાં ગેરરીતિ જોવા મળતા તેના ધારકોને રૃા.૩૧ લાખ ૮૩ હજારના પુરવણી બીલ આપવામાં આવ્યા હતા. ટૂકડીઓની સાથે ૧૪ એસઆરપી મેન અને સ્થાનિક પોલીસના દસ જવાન રાખવામાં આવ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh