Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની પેઢી પાસેથી ઓનલાઈન બોગસ ખાતામાં કરાવી લેવાયું પેમેન્ટ

રૃા.૮ લાખનું બોગસ ખાતામાં થયું ટ્રાન્સઝેક્શનઃ

જામનગર તા. ૧૯ઃ જામનગરની શ્રીજી શીપીંગ નામની પેઢીએ અમદાવાદની એક પેઢી પાસેથી ઓઈલ મંગાવવા ઈ-મેઈલથી ઓર્ડર મોકલ્યા પછી તેનું પેમેન્ટ કરવાની સૂચના મળી હતી. આથી જામનગરની પેઢીએ ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું. ત્યારપછી પણ મંગાવ્યા મુજબ ઓઈલ નહીં આવતા તપાસ કરાવાઈ હતી જેમાં કોઈ અજાણ્યા શખ્સે બોગસ ખાતામાં રૃા.૮ લાખ ઉપરાંતનું પેમેન્ટ કરાવી લીધાનું ખૂલ્યું છે. જામનગરની પેઢીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી છે.

જામનગરના ૫ટેલપાર્કમાં રહેતા અને શ્રીજી શીપીંગ કંપની માં નોકરી કરતા પ્રતીક ચંદ્રેશભાઈ ઓઝાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, તેઓની પેઢીએ અમદાવાદ સ્થિત રાજવી એન્ટરપ્રાઈઝને ફલોટીંગ ક્રેઈનના ઓઈલની ખરીદી માટે ઈમેઈલથી ઓર્ડર આપ્યો હતો.

તે ઓર્ડરના પેમેન્ટ માટે શ્રીજી શીપીંગના મેઈલ આઈડી પર ઈન્વોઈસ મોકલવામાં આવ્યું હતું. તેથી શ્રીજી શીપીંગના બેંક એકાઉન્ટમાંથી રૃા.૮,૬૨,૧૮૪નું પેમેન્ટ કરવામાં આવ્યું હતું.

ત્યારપછી પણ અમદાવાદની પેઢી દ્વારા માલ મોકલાવવામાં ન આવતા પૂછપરછ કરાઈ હતી. જેમાં અમદાવાદની પેઢીના બિરજુ શાહે પેમેન્ટ મળ્યું ન હોવાનું કહેતા પ્રતીક ઓઝાએ તપાસ કરાવી હતી. જેમાં શ્રીજી શીપીંગમાંથી જે એકાઉન્ટમાં પેમેન્ટ કરાયું હતું. તે એકાઉન્ટ અમદાવાદની પેઢીનંુ ન હોવાનું ખૂલતા તે રકમ છેતરપિંડીથી અન્ય ખાતામાં ટ્રાન્સફર થયાનું જણાઈ આવ્યું છે. પીએસઆઈ એચ.કે. ઝાલાએ છેતરપિંડી અંગે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૃ કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh