Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ર૦૩૬ના ઓલિમ્પિક માટે જામનગરથી પણ સારા એથલીટ તૈયાર થાય તેવા પ્રયાસો વધશે
જામનગર તા. ૧૯ઃ જામનગરના જેડીટીટીના પ્રમુખ વિક્રમસિંહ જાડેજાની ગુજરાત સ્ટેટ ટેનીસ એસોસિએશનમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે સર્વાનુમતે વરણી થઈ છે.
જામનગર ડિસ્ટ્રીકટ ટેબલ ટેનીસ એસો.ના પ્રમુખ વિક્રમસિંહ જાડેજા ગત તા. ૧ર ઓગસ્ટના યોજાયેલ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનીસ એસોની એન્યુઅલ જનરલ મિટિંગ દરમ્યાન જીએસટીટીએની કોર કમિટીમાં નવી જવાબદારી સાથે સર્વસંમતિથી જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક મેળવી છે.
આ તકે જામનગરના એથલીટ તથા જેડીટીએ સંસ્થાના હોદ્દેદારો અને સદસ્યોએ ખુશીની લાગણી વ્યકત કરી હતી. જામનગરને રાજ્ય કક્ષાએ આ મહત્ત્વનું સ્થાન આપી જામનગરના એથલીટને વધારે સારૃ પ્રદર્શન કરવા તથા ટેબલ ટેનીસ રમતને જરૃરી પ્રોત્સાહન ૫ૂરૃ પાડવા આ જવાબદારી ખૂબ જ મહત્ત્વની પુરવાર થશે તેવી લાગણી સર્વે દ્વારા વ્યકત કરાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે આટલા વર્ષોમાં પ્રથમ વખત જામનગરમાંથી કોઈ ફેડરેશનમાં આવી મહત્ત્વની ભૂમિકા નિભાવશે. એજીએમ દરમ્યાન જીએસટીટીએના પ્રમુખ પ્રમોદ ચૌધરી દ્વારા દરેક એસોસિએશનને એથલીટના પ્રોત્સાહન માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા તથા મદદ પૂરી પાડવા તૈયારી બતાવવામાં આવી છે. સાથે સાથે ગુજરાતને ટેબલ ટેનીસ રમત ગમત માટે ભારત દેશનું સર્વોચ્ચ રાજ્ય બનાવવા માટે સર્વે પાસેથી યોગદાનની અપેક્ષા વ્યકત કરી હતી. જ્યારે હાલ ગુજરાતના એથલીટ રાષ્ટ્રીય સ્તર પર અગ્રીમ હરોળમાં છે અને હાલમાં જ પેરીસમાં યોજાયેલ ઓલમ્પિક ર૦ર૪માં ટેબલ ટેનીસ રમત માટે ગુજરાતના ૩ પ્લેયર્સ જોડાયા હતા જે ખૂબ જ ગૌરવની બાબત છે.
ભારત સરકારના સ્પોર્ટસ પ્રત્યેના હાલના પ્રોત્સાક કાર્યક્રમોમાં ર૦૩૬ માટે દરેક ફેડરેશનને તૈયારીઓ શરૃ કરવા અપીલ કરાઈ છે ત્યારે આ પદ મળ્યા પછી જામનગરની પણ સારા એથલીટ તૈયાર થઈ શકે તે દિશામાં આગેકૂચ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial