Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે મંદિરના ૫ુનઃ નિર્માણને ૭૫ વર્ષ પૂરા થયાઃ ૧૧મી મે-૧૯૯૮ ના જ કરેલા ૩ અણુધડાકાનો ઉલ્લેખઃ અમૃતપર્વમાં સંબોધન
સોમનાથ તા. ૧૧: વડાપ્રધાને આજે સોમનાથ મંદિરના નિર્માણને ૭૫ વર્ષ ૫ૂર્ણ થયા, તે પ્રસંગે અમૃતપર્વની ઉજવણીમાં સહભાગી બનીને ૧૧ તીર્થના જળથી કુંભાભિષેક સાથે ધ્વજારોહણ કર્યુ હતું. રોડશો પછી જનમેદનીને સંબોધન કર્યુ હતું.
વપ્રધાન નરદ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસના પહેલા દિવસે જામનગરની મુલાકાત બાદ વડાપ્રધાન આજે પ્રથમ જયોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ મંદિરના પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬માં જોડાયા છે. તેઓના હસ્તે મંદિરના શિખર પર ૧૧ પવિત્ર તીર્થના જળથી ઐતિહાસિક કુંભાભિષેક કર્યા પછી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરમાં વડાપ્રધાન મોદીએ પૂજા અર્ચના કર્યા બાદ શિવલિંગને જળ અર્પણ કર્યુ હતું અને સોમનાથ મંદિરે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાર્પણ કર્યુ હતુ. તે પછી પીએમ મોદીએ ૨ કિ.મી.નો રોડ શો પૂર્ણ કર્યા બાદ સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાર્પણ કર્યુ હતું. અને સૂર્યકિરણ એર-શોમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું કે, આપણા સાંસ્કૃતિ સ્થળો હજારો વર્ષોથી ભારતની ઓળખ રહ્યાં છે. આ વિરાસતના મહત્ત્વને આપણે નથી સમજી શકયા. વિદેશી હુમલાખોરોએ આવા સ્થળોને નષ્ટ કર્યા હતાં. ત્યારે દેશવાસીઓએ સાથે આવીને ફરી આવા સ્થળોની પુનઃપ્રતિષ્ઠા કરી. આપણે ત્યાં રાષ્ટ્રીય સ્વાભિમાન સાથે રાજનીતિ થતી રહી. સોમનાથ તેનું સાક્ષી છે.
આઝાદી બાદ પહેલી જવાબદારી હતી કે, સોમનાથનો પુનરોદ્ધાર કરવો. સરદાર પટેલે તેની શરૂઆત કરી. પરંતુ આ માટે નહેરૂજીના વિરોધને સહન કરવો પડયો હતો. આ વિરોધ બાદ પણ સરદાર સાહેબે મંદિરનું પુનઃ નિર્માણ થયું. દેશમાં આજે પણ એવી શકિતઓ પ્રભાવી છે જેને પુષ્ટીકરણ વધુ સારૂ લાગે છે. રામ મંદિર નિર્માણનો પણ વિરોધ કરવામાં આવ્યો. સોમનાથનો અમૃત મહોત્સવ અતિતનો ઉત્સવ નથી, ભારતની પ્રેરણાનો મહોત્સવ છે. લુંટારૂઓએ સોમનાથના વૈભવને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યગો હતો. તો જયારે ભારતે પરમાણુ પરીક્ષણો કર્યા, ત્યારે વિશ્વની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી. ૧૧ મે, ૧૯૯૮ના રોજ, આજના દિવસે- દેશે પોખરણમાં પરમાણુ પરીક્ષણો કર્યા. ૧૧ મેના રોજ, દેશે પ્રથમ ત્રણ પરમાણુ પરીક્ષણ કર્યા. આપણા વૈજ્ઞાનિકોએ ભારતની પરાક્રમ અને ક્ષમતાઓ સમગ્ર વિશ્વને દર્શાવી હતી.
તેમણે કહ્યુ કે, આજે હું ફકત ૭૫ વર્ષનો ઝાંખી નથી જોઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જોઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જોઈ રહ્યો છું.
આજે તેના આધુનિક સ્વરૂપના અભિષેકના ૭૫ વર્ષ પુરા થવા પર- આપણે ફકત બે અલગ અલગ કાર્યક્રમમાં ભાગ લીધો નથી. તેના બદલે, ભગવાન શિવે આપણને હજાર વર્ષ લાંબી અધ્યાત્મિક યાત્રાનો અનુભવ કરવાનો લહાવો આપ્યો છે. કલા, સંગીત અને નૃત્યના પ્રદર્શન સાથે વૈદિક મંત્રોના જાપ સાથે, ગર્ભગૃહમાં શિવપંચક્ષરીના સતત પાઠ સાથે અને સમુદ્રના મોજાઓના ગૂંજતા જયઘોષ સાથે-એવું લાગે છે કે જાણે આખું બ્રહ્માંડ એક સૂરમાં બોલી રહ્યું છે જય સોમનાથ...
પીએમ મોદીએ ઉમેર્યુ કે, સ્વતંત્રતા સમયે, સરદાર સાહેબે ૫૦૦થી વધુ રજવાડાઓનું એકીકરણ કરીને એક અખંડ ભારતનો આકાર બનાવ્યો હતો. ભારતે માત્ર આઝાદી મેળવી નથી, પરંતુ તેના વારસાના ગૌરવને પણ સ્વીકારી રહ્યું છે. આજે આપણે સોમનાથના પવિત્ર ધામના પુનનિર્માણથી ઉજવણી કરી રહ્યા છીએ. જેમણે હલાહલ ઝેર પીધું અને નીલકંઠ બન્યા- તેમના જ ગર્ભગૃહમાં આજે સોમનાથ અમૃત મહોત્સવ થઈ રહ્યો છે. દાદા સોમનાથના ભકત તરીકે, મેં આ સ્થાનની અસંખ્ય વખત મુલાકાત લીધી છે અને આદરપૂર્વક મારૃં માથું નમાવ્યું છે. જો કે, આજે સમયની આ યાત્રાએ ખરેખર આનંદદાયક લાગણી જણાવી. થોડા મહિના પહેલાં જ, અમે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવી રહ્યા હતાં.
વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિરના અમૃત પર્વ નિમિત્તે ૭૫ રૂપિયાનો સ્મારક સિકકો જાહેર કર્યો હતો. અને સોમનાથ મંદિરની પોસ્ટ ટિકિટ જાહેર કરી હતી. સૂર્યકિરણ ટીમના એર શોના સમાપન પછી, પીએમ મોદીએ સોમનાથ ટ્રસ્ટ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી. મંદિરના પ્રાચીન અવશેષો અહીં સચવાયેલા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial