Advertisement
Author: નોબત સમાચાર

મેઘપરમાં કપડા સૂકવવાનો તાર સર્વિસ વાયરને અડકી જતાં બે યુવાનના મૃત્યુ

ઉલ્ટી-ઉબકા થયા પછી મહિલા મોતને શરણઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરના સિક્કા ગામમાં રહેતા એક પરિણીતાને ઉલ્ટી-ઉબકા થયા પછી તેઓ બેભાન બની ગયા હતા અને સારવારમાં ખસેડાયા પછી મોતને શરણ થયા હતા. જ્યારે મેઘપરમાં વસવાટ કરતા બે બિહારી શ્રમિકને સર્વિસ વાયર પર કપડા સુકવવાનો તાર ઈલેકટ્રીકના સર્વિસ વાયરને અડક્યા પછી વીજ શોર્ટ લાગતા બંનેના મૃત્યુ નિપજ્યા છે.

જામનગર તાલુકાના સિક્કા ગામમાં શાક માર્કેટવાળી ગલીમાં રહેતા સલમાબેન અનવરભાઈ ગંઢાર નામના ૩૦ વર્ષના વાઘેર પરિણીતાને શનિવારે બપોરે કોઈ કારણથી ઉલટી ઉબકા થવા લાગ્યા હતા. તે પછી બેભાન બની ગયેલા સલમાબેનને સારવાર માટે સિક્કાના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં લાવવામાં આવેલા આ પરિણીતાને ચકાસ્યા પછી ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. અમીનાબેન આમદભાઈ ભગાડે પોલીસને તે બાબતની જાણ કરી છે.

બિહાર રાજ્યના સારન જિલ્લાના પરોના ગામના વતની અને હાલમાં મેઘપર પડાણામાં વસવાટ કરતા સુનિલ ચુની મહંતો (ઉ.વ.૩૭) તથા તે જ રાજ્યના જયપ્રકાશ ચંદેશ્વર રાય (ઉ.વ.૩પ) નામના યુવાન ગઈકાલે સવારે પોતાના રહેણાંકના સ્થળે હતા ત્યારે કપડા સૂકવતી વખતે બંને યુવાનને વીજ આંચકો લાગ્યો હતો. લોખંડના તાર પર કપડા સૂકવી રહેલા આ યુવાનોને એક સ્થળે જોઈન્ટ પર મારેલી ટેપવાળા સર્વિસ વાયરને જે વાયર પર કપડા સૂકવતા હતા તે વાયર અડકી જતા તેમાંથી શોર્ટ લાગતા બંને ફંગોળાઈ ગયા હતા અને બંનેના મૃત્યુ નિપજ્યા હતા. રાજેન્દ્રકુમાર શાહુએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh