Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જન્મદિવસ જ મૃત્યુનો દિવસ બનતા ગમગીનીઃ
જામનગર તા. ૧૧: ધ્રોલના જાલીયા માનસર ગામના એક યુવતી ગઈકાલે પોતાના જન્મદિવસ નિમિત્તે સુરાપુરાના મંદિરે દર્શન કરવા ગયા પછી ઉંડ નદીના કાંઠે હાથ-પગ ધોતા જતા હતા ત્યારે પગ લપસી જતાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ યુવતીનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યાનું તેણીના મોટાભાઈએ પોલીસમાં જાહેર કર્યું છે.
ધ્રોલ તાલુકાના જાલીયા માનસર ગામમાં રહેતા ઈશિતાબેન વસંતભાઈ સોલંકી (ઉ.વ.૧૯) તથા અન્ય વ્યક્તિઓ ગઈકાલે જાલીયા માનસર ગામ નજીક ઉંડ નદીના કાંઠે હાથ-પગ ધોવા ગયા ત્યારે ઈશિતાબેનનો પગ લપસી જતાં તેઓ નદીના ઉંડાણમાં લપસી પડ્યા હતા.
સાથે રહેલા વ્યક્તિઓએ આ યુવતીને બહાર કાઢી સારવાર માટે ધ્રોલની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ઈશિતાબેનને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. મૃતકના મોટાભાઈ આકાશ વસંતભાઈ સોલંકીએ પોલીસને જાણ કરી છે. ધ્રોલના જમાદાર આર.ડી. જાડેજાએ અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ ગઈકાલે ઈશિતાબેનનો જન્મદિવસ હતો. તેઓ અને તેમનો પરિવાર ખુશી, આનંદની લાગણી અનુભવતો હતો. તે દરમિયાન બપોરે આ યુવતી ઉંડ નદીના કાંઠે આવેલા તેઓના પરિવારના સુરાપુરાના મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા. જ્યાંથી દર્શન કરીને પરત જતી વખતે હાથ-પગ ધોવા જતાં ઈશિતાબેન પગ લપસતા નદીના ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial