Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વચ્ચે પડનાર માતા તથા પિતાને પણ ધોકા ફટકારાયાઃ
જામનગર તા. ૧૧: જામનગરના હાપા પાસે એલગન સોસાયટીમાં શુક્રવારે રાત્રે ધસી આવેલા ચાર શખ્સે એક યુવાનને ઘરમાંથી બહાર કાઢીને ધોકાવી નાખયો હતો. આ યુવાનને એક પરિણીતા સાથે પ્રેમસંબંધ હોવાની તેના પતિને જાણ થયા પછી હુમલો કરાયાની વિગત પોલીસ ફરિયાદમાં આપવામાં આવી છે.
જામનગર નજીકના હાપામાં આવેલી એલગન સોસાયટીમાં રહેતા અનિલભાઈ ભીખાભાઈ મેરાણી નામના કોળી પ્રૌઢ તથા તેમના પત્ની રીટાબેન અને પુત્ર અમિત શુક્રવારે રાત્રે દસેક વાગ્યે પોતાના ઘરે હતા. આ પરિવાર જમવા બેસવાની તૈયારી કરતો હતો ત્યારે જ જામનગરના નવાગામ ઘેડમાં હનુમાન ચોકમાં રહેતા વિજય વેલાભાઈ રાઠોડ, યોગેશ પ્રેમજીભાઈ રાઠોડ, દીપક સામતભાઈ રાઠોડ અને ધર્મેન્દ્ર કિશોરભાઈ ડાભી નામના ચાર શખ્સ ધસી આવ્યા હતા.
આ શખ્સોએ અમિતને ઘરમાંથી ઢસડીને ઘરની બહાર કાઢ્યા પછી ધોકાથી હુમલો કર્યો હતો. આ વેળાએ અનિલભાઈ પોતાના પુત્રને બચાવવા માટે વચ્ચે પડતા તેમના પર પણ ધોકાવાળી કરવામાં આવી હતી અને તેમના પત્ની રીટાબેનને પણ હાથ તથા પગમાં ધોકા મારવામાં આવ્યા હતા. ઈજા પહોંચાડી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી ચારેય વ્યક્તિ નાસી ગયા હતા. સારવારમાં ખસેડવામાં આવેલા ત્રણેય વ્યક્તિઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવ્યા પછી અનિલભાઈએ શનિવારે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના પુત્ર અમિતને હુમલાખોર પૈકીના એક વ્યક્તિની પત્ની સાથે પ્રેમસંબંધ હતો. તે બાબતનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો છે. પોલીસે ગુન્હો નોંધી હુમલાખોરે ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial