Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ, ઓખામંડળ, કલ્યાણપુરના જજ પણ બદલાયાઃ
ખંભાળિયા તા. ૧૧: જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ન્યાયાધીશોની બદલીઓનો ગઈકાલે આદેશ કરવામાં આવ્યો છે. જેમાં દ્વારકા જિલ્લાના જિલ્લા ન્યાયાધીશની પણ બદલી થઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ન્યાયાલયમાં ફરજ બજાવતા સમીર વ્યાસની નર્મદા જિલ્લામાં નિયુક્તિ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૩ના ઓગસ્ટ મહિનામાં દ્વારકા જિલ્લામાં નિયુક્ત થયેલા આ ન્યાયમૂર્તિએ વિવિધ ઉત્તમ કાર્યવાહી કરી હતી.
તેમના કાર્યકાળમાં રેકર્ડ પરિણામો ઉપરાંત લોકઅદાલતો, ન્યાયતંત્ર દ્વારા પ્રથમ વખત રક્તદાન કેમ્પ, દ્વારકા મંદિરમાં હેલ્પડેસ્ક, પોલીસ સ્ટેશનમાં વોરીએન્ટરની સેવા, સરકારી હોસ્પિટલમાં દર્દીઓ માટે હેલ્પડેસ્ક વગેરે કામ કર્યા હતા.
ઉપરોક્ત ન્યાયધીશ ઉપરાંત ઓખામંડળના જજ પંકજકુમાર રાયને ગાંધીનગરમાં એડી સિવિલ જજ તરીકે મૂકવામાં આવ્યા છે. કલ્યાણપુરના અલ્પાબેન પી. કડીવારને અમદાવાદ ગ્રામ્યમાં, ખંભાળિયાના ધ્રુવરાજસિંહ ચૌહાણને વિજાપુરમાં બદલી આપવામાં આવી છે. જ્યારે પલસાણાથી વી.પી. આચાર્યને ઓખા, હાંસોલથી એફ.આર. કોડારીયાને ખંભાળિયા, અંકલેશ્વરથી આર.એ. ચા ચૌહાણને કલ્યાણપુર મુકવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial