Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગરમાં દબદબાભર્યું અભિવાદનઃ કેસરિયો માહોલ છવાયો

નગરમાં વસવાટ કરતા વિવિધ રાજ્યોના રહીશો સહિત નગરજનો ઉમટતા ભારતીય વિવિધાસભર સંસ્કૃતિઓ ઝળકીઃ દેશભક્તિનો માહોલ

                                                                                                                                                                                                      

વડાપ્રધાને પ. બંગાળ સહિત ત્રણ રાજ્યોમાં ભાજપના ભવ્ય વિજય બદલ કાર્યકર્તાઓની પીઠ થાબડી-ગુજરાતની વિકાસયાત્રા અને ઉપલબ્ધિઓ વર્ણવી ગુજરાતની જનતાને બિરદાવી - તાજેતરમાં પ. બંગાળ સહિત ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પક્ષનો ભવ્ય વિજય થયા પછી પ્રથમ વખત જામનગર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્થાનિક મંત્રીઓ-સાંસદ-ધારાસભ્યો અને પદાધિકારીઓ દ્વારા લાલબંગલા સર્કલમાં કરાયેલા ભવ્ય અભિવાદનની તસ્વીરો... આ પ્રસંગે વડાપ્રધાને કાર્યકર્તાઓનો જુસ્સો વધારતું ભાષણ કર્યું અને ગુજરાતની ગૌવરગાથા વર્ણવી સોમનાથનો ઉલ્લેખ કર્યો હતો. નગરમાં આ પ્રસંગે કેસરિયો રંગ છવાયો હતો અને દેશભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો હતો. કાર્યક્રમ દરમિયાન ભારતના વિવિધ રાજ્યોની વિવિધાસભર સંસ્કૃતિઓ પણ ઝળકી હતી અને વિવિધ નારાઓ તથા દેશભક્તિના ગીતોથી ગગન ગૂંજી ઊઠ્યું હતું. અભિવાદન સમારોહમાં જંગી જનમેદની ઉમટી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh