Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલની ખારવા ચોકડી પાસે બોલેરોને એસટીની બસ અડક્યા પછી થયો ડખ્ખો

કંડકટરને ચાર શખ્સે માર મારી ધમકી આપીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: ધ્રોલની ખારવા ચોકડી પાસે ગઈકાલે સવારે રોડ ક્રોસ કરતી વખતે એસટીની એક બસ ત્યાંથી પસાર થતાં બોલેરોને અડક્યા પછી બોલાચાલી થઈ હતી. તે દરમિયાન ધ્રોલના એક શખ્સ સહિત ચાર ધસી આવ્યા હતા અને તેઓએ કંડકટર પર હુમલો કરી માર મારવા ઉપરાંત ધમકી આપી હતી.

ધ્રોલની ખારવા ચોકડી પાસેથી ગઈકાલે સવારે સાતેક વાગ્યે પસાર થતી એસટીની એક બસ રોડ ક્રોસ કરતી વખતે બોલેરો સાથે અથડાઈ હતી. ત્યારપછી થયેલી બોલાચાલીમાં ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામના વતની અને એસટીમાં કંડકટરની ફરજ બજાવતા ઋત્વિકસિંહ બકુલસિંહ જાડેજાએ સમાધાન કરાવ્યું હતું.

ત્યારપછી ધ્રોલના ગાયત્રીનગરમાં રહેતો મનિષ રાઠોડ નામનો શખ્સ ધસી આવ્યો હતો. આ શખ્સે તમે એસટીવાળા જેમ ફાવે તેમ બસ ચલાવો છો અને અકસ્માત કરો છો તેમ કહી બોલાચાલી કર્યા પછી તેની સાથે રહેલા ત્રણ શખ્સે હુમલો કરી ઋત્વિકસિંહને ઢીકાપાટુથી માર માર્યાે હતો અને ગાળો ભાંડી ટાંટીયા તોડી નાખવાની ધમકી આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh