Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે
જામનગર તા. ૧૧: વડાપ્રધાન આજે સોમનાથના મહેમાન બન્યા છે, જ્યારે જામનગર જિલ્લામાંથી અનેક લોકો સોમનાથ ૫હોંચ્યા છે.
સોમનાથ વિરાસતના ૭પ વર્ષ નિમિત્તે આજે સોમનાથમાં વડાપ્રધાન નરેેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે કુંભાભિષેક અને મહાપૂજા સહિતના કાર્યક્રમો યોજાય છે. આ પર્વની ઉજવણીમાં રાજ્યના અનેેક જિલ્લાના લોકો, ભાજપના કાર્યકરો-આગેવાનો પણ સોમનાથ પહોંચ્યા છે. જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદ ભંડેરી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા સહિતના જિલ્લાના અનેક તાલુકા, ગામડામાંથી આગેવાનો, કાર્યકરો સોમનાથ પહોંચ્યા છે. જામનગર શહેરમાંથી પણ અમુક આગેવાનો-કાર્યકર્તાઓ સોમનાથ પહોંચ્યા હોવાનું જાણવા મળે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ખંભાળિયા, ઓખા, દ્વારકા, ભાણવડ, સલાયાથી અનેક આગેવાનો અને કાર્યકરો આજે વહેલી સવારે સોમનાથ જવા રવાના થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial