Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં મોદી સમર્થક કલાકારોએ
જામનગરમાં યોજાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિવાદન કાર્યક્રમમાં મોદી સમર્થક કલાકારોની વિશેષ ઉપસ્થિતિએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. કાર્યક્રમમાં હાજર રહેલા કેટલાંક કલાકારોએ પોતાના હાથે વડાપ્રધાન મોદીની આબેહૂબ તસ્વીરો અને ચિત્રો તૈયાર કર્યા હતા. આ કલાકારો પોતાની બનાવેલી તસ્વીરો લઈને કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા અને ગર્વભેર તે તસ્વીરો પ્રદર્શિત કરી વડાપ્રધાન પ્રત્યેનો પ્રેમ અને સમર્થન વ્યક્ત કર્યું હતું. કલાકારો દ્વારા તૈયાર કરાયેલા ચિત્રોમાં વડાપ્રધાન મોદીની વિવિધ ભાવભંગિમાઓને સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી. કેટલાક યુવા યુવતીઓ અને કલા પ્રેમીઓએ તસ્વીરો સાથે સેલ્ફી લઈ કાર્યક્રમને વધુ યાદગાર બનાવ્યો હતો. સ્થળ પર ઉપસ્થિત અન્ય લોકોમાં પણ આ કલાત્મક રજૂઆતને લઈને ખાસ આકર્ષણ જોવા મળ્યું હતું. વડાપ્રધાનના આગમનને લઈને જામનગર શહેરમાં ઉત્સાહભર્યો માહોલ વચ્ચે વિવિધ રીતે સમર્થન વ્યક્ત કરવાની અનોખી ઝલક જોવા મળી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial