Advertisement
Author: નોબત સમાચાર

રતનબાઈ મસ્જીદ પર પોસ્ટર લાગ્યાઃ 'શત્રુશલ્યસિંહજીને ભારત રત્નથી નવાજો'

વડાપ્રધાનની જામનગરની મુલાકાત દરમિયાન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જામનગર આગમન દરમિયાન શહેરમાં જામનગરના માજી રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજાને 'ભારત રત્ન' એનાયત કરવાની માંગ ઉઠી હતી. આ અંગે શહેરના રતનબાઈ મસ્જિદ ટ્રસ્ટ દ્વારા ખાસ બેનર પોસ્ટર લગાવી વડાપ્રધાન સુધી સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગર શહેરમાં રતનબાઈ મસ્જિદ વિસ્તારમાં વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખી સ્વાગત બેનર લગાવવામાં આવ્યું હતું. અને રતનબાઈ મસ્જિદ ટ્રસ્ટ દ્વારા  વિશેષ બેનર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જેમાં જામનગરના માજી રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજાને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રતન' થી સન્માનિત કરવાની માંગ રજૂ કરવામાં આવી હતી.

ટ્રસ્ટના આગેવાનોના જણાવ્યા મુજબ જામનગરના વિકાસ, લોકહિત અને સામાજિક કાર્યોમાં માજી રાજવી પરિવારનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહૃાું હોવાથી તેમને 'ભારત રત્ન' અપાવવાની લાગણી સાથે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન લગાવવામાં આવેલા આ બેનર પોસ્ટર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh