Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોની તપાસઃ
જામનગર તા. ૧૧: જામનગરની જી.જી. હોસ્પિટલ સામે ગઈરાત્રે બે યુવાન પર કેટલાક શખ્સોએ લાકડીથી હુમલો કરતા દોડધામ મચી ગઈ હતી. આ બનાવનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. જામનગરની જી.જી. હોસ્પિટલ પાસે ગઈકાલે રાત્રે કોઈ કારણથી બે યુવાન પર કેટલાક શખ્સોએ લાકડીથી હુમલો કરી સરાજાહેર બઘડાટી બોલાવતા સતત ચહલપહલવાળા આ માર્ગ પર દોડધામ મચી ગઈ હતી. ઉપરોક્ત બબાલનો વીડિયો શહેરભરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં બ્લુ રંગના ટીશર્ટવાળા એક યુવાન પર લાકડીથી હુમલો થયા પછી માથા અથવા ચહેરાના કોઈ ભાગ પર લાકડી વાગતા આ યુવાન ઝાડની કપાયેલી ડાળીની જેમ ઢળી પડતો પણ જોવા મળી રહ્યો છે. ત્યાં ઉભેલા લોકો ઉપરોક્ત બનાવ નીહાળી રહ્યા હતા. તેમ પણ વીડિયોમાં જોવા મળ્યું છે. પોલીસે વાયરલ વીડિયો અંગે તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial