Advertisement
Author: નોબત સમાચાર

ખાનગી પ્લોટમાં રાખવામાં આવેલી ઈંગ્લીશ દારૂની ૭૬૩૨ બોટલ ઝડપાઈઃ આરોપી છૂ

જામજોધપુરમાંથી ૨૦ ચપલા સાથે એક શખ્સ ઝબ્બેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગર નજીકના દરેડમાં આવેલા નિલકંઠ એસ્ટેટમાં એક પ્લોટ સ્થિત ઓરડીમાંથી શનિવારે સાંજે એલસીબીએ ઈંગ્લીશ દારૂની ૭૬૩૨ બોટલ કબજે કરી છે. દારૂનો જથ્થો મંગાવનાર શખ્સ કટીંગ કરે તે પહેલાં એલસીબી ત્રાટકી હતી. જામજોધપુરમાંથી ૨૦ ચપલા સાથે એક શખ્સ ઝડપાયો હતો. જ્યારે સિક્કામાંથી બે બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરાઈ હતી.

જામનગર નજીકના દરેડ પાસે આવેલા જીઆઇડીસી નજીકના પ્રાઇવેટ ઝોનમાં નીલકંઠ એસ્ટેટ પાસે એક શખ્સના વંડામાં ઇંગ્લિશ દારૂનો ગંજાવર જથ્થો પડ્યો હોવાની બાતમી એલસીબીના દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ, યુવરાજસિંહ, મયુરસિંહને મળતા એલસીબીની ટીમે શનિવારે સાંજે નીલકંઠ એસ્ટેટમાં દરોડો પાડ્યો હતો.

ત્યાં આવેલી એક ઓરડીની તલાસી લેવામાં આવતા તે ઓરડીમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૭૬૩૨ બોટલ મળી આવી હતી. અંદાજે રૂ।.૫૭,૦૨,૮૫૯ની કિંમતનો શરાબનો જથ્થો એલસીબીએ કબજે કરી લીધો છે. આ જથ્થો જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા પ્રણામીનગરમાં રહેતા મહાવીરસિંહ દેવાજી જાડેજા નામના શખ્સનો હોવાનું માની એલસીબીએ આ શખ્સની શોધખોળ શરૂ કરી છે.

જામજોધપુર શહેરમાં આવેલા જકાતનાકા પાસે ગીંગણી રોડ પર શનિવારે સાંજે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન જામજોધપુરના શાંતિનગરમાં રહેતો પ્રવીણ મંગાભાઈ સાગઠીયા નામનો શખ્સ પસાર થયો હતો. તેને પોલીસે શકના આધારે રોકાવી તેની તલાસી લેતા તેની પાસેથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ૨૦ ચપલા મળી આવ્યા હતા. પોલીસે રૂ।.૬,૦૦૦ની કિંમતના ચપલા કબજે કરી લઈ પ્રવીણ સાગઠીયાની ધરપકડ કરી છે.

જામનગરના સિક્કા ગામની પંચવટી પાસેથી ગઈકાલે સાંજે ઈલિયાશ કાસમ સુંભણીયા નામનો શખ્સ ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે ઝડપાઈ ગયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh