Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાથમાં ભગવા અથવા કેસરી રંગની
જામનગર શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને વિવિધ સમાજોમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શહેરમાં વસવાટ કરતા બંગાળી સમાજના નાગરિકોમાં વડાપ્રધાનના સ્વાગત માટે વિશેષ થનગનાટ જોવા મળી રહ્યો હતો. આયોજકો દ્વારા બંગાળી સમાજના નાગરિકો માટે અલગથી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મોટી સંખ્યામાં બંગાળી સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. મહિલાઓ ખાસ કરીને બંગાળી સાડીમાં સજ્જ થઈને હાજર રહી હતી, જેના કારણે વાતાવરણમાં સાંસ્કૃતિક રંગત પણ જોવા મળી હતી. કાર્યક્રમ દરમ્યાન બંગાળી સમાજના નાગરિકોએ પોતાના હાથમાં ભગવા તેમજ કેસરી રંગની એલઈડી લાઈટવાળી ઘડિયાળ પહેરી હતી. આ પ્રતિકાત્મક રજૂઆત દ્વારા તેઓએ "બંગાળમાં ફરી ભગવો લહેરાઈ રહ્યો છે" તેવો સંદેશ વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યક્રમના સ્થળે લોકોએ હાથ ઊંચા કરીને કેસરી પ્રકાશ ઝળહળતી ઘડિયાળ દર્શાવતા ભારે ઉત્સાહભેર વડાપ્રધાનના સમર્થનમાં જોડાયા હતા. વડાપ્રધાનના આગમનને લઈને જામનગર શહેરમાં વિવિધ સમાજો દ્વારા અનોખી રીતે સ્વાગત અને સાંસ્કૃતિક અભિવ્યક્તિ કરવામાં આવી હોવાનું જોવા મળ્યું હતું, અને બંગાળી સમાજનું વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial