Advertisement
Author: નોબત સમાચાર

ચઢત ભરણપોષણના કેસમાં સજા વોરંટ નીકળ્યા પછી આરોપીને પકડી પડાયો

આરંભડાના શખ્સે ચૂકવવાનું હતું ભરણપોષણઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: ચઢત ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ ગયેલા દ્વારકાના ગોરીયાળી ગામના આરોપીને દ્વારકા એસઓજીએ સજાના વોરંટના આધારે પકડી પાડ્યો છે.

દ્વારકા તાલુકાના ગોરીયાળી ગામના કરણ દેસુરભાઈ (ઉ.વ.રપ) નામના શખ્સ સામે ઓખાની ફેમિલી કોર્ટમાં ભરણપોષણ અંગે અરજી કરાઈ હતી. આ આસામીએ રૂ।.૩૭ હજાર ચડત ભરણપોષણ ચૂકવવાનું બાકી હતું. આ રકમ ચૂકવવામાં ન આવતા કરણ દેસુરભાઈને ૧૮૦ દિવસની સજા અદાલતે ફટકારી હતી. સજાના હુકમ સમયે ગેરહાજર આરોપી સામે વોરંટ નીકળ્યું હતું. આ આરોપીને દ્વારકા એસઓજીએ પકડી પાડ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh