Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકો.ની ટીમો દ્વારા પાંચ દિ'માં ૧૬ હોટલ રેસ્ટોરન્ટ સીલ

ગયા રવિવારે એક રિસોર્ટમાં આગ પછી તંત્ર હરકતમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગર નજીકની રિસોર્ટ આગ દુર્ઘટના પછી તંત્ર સક્રિય થયું છે અને પાંચ દિવસમાં ૧૬ હોટલ-રેસ્ટોરન્ટ સીલ કરાયા છે. ફાયર એનઓસી, બીયુ પરિમિશન અને સુરક્ષા સાધનોની ચકાસણી માટે મહાનગરપાલિકાની તડામાર કાર્યવાહી થઈ રહી છે.

જામનગર નજીક રણજીતસાગર રોડ વિસ્તારમાં ગત રવિવારે એક રિસોર્ટમાં લાગેલી ભયાનક આગની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. ઉનાળાની સીઝનમાં ફરીથી આવી દુર્ઘટના સર્જાય નહીં તે માટે જામનગર મહાનગરપાલિકાએ શહેર તેમજ હાઇવે પર આવેલી હોટલો, રેસ્ટોરન્ટો અને રિસોર્ટોમાં વિશેષ ચકાસણી અભિયાન શરૂ કર્યું છે.

જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર ડી.એન. મોદીની સૂચનાના આધારે ફાયર શાખા, એસ્ટેટ શાખા, ટીપીઓ બ્રાન્ચ તેમજ સંબંધિત વિભાગોની પંદરથી વધુ અધિકારીઓ-કર્મચારીઓની સંયુક્ત ટીમ દ્વારા છેલ્લા પાંચ દિવસથી સતત સર્વે અને ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન ફાયર એનઓસી, બીયુ સર્ટિફિકેટ, ઇમરજન્સી એક્ઝિટ, અગ્નિશામક સાધનો, સુરક્ષા વ્યવસ્થા તથા બિલ્ડિંગ નિયમોના પાલનની ચકાસણી કરવામાં આવી હતી. કુલ ૩૬ હોટલ-રેસ્ટોરન્ટોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૨૦ સ્થળોએ જરૂરી સુવિધાઓ અને દસ્તાવેજો યોગ્ય હાલતમાં મળ્યા હતા.

જોકે બાકીના ૧૬ હોટલ અને રેસ્ટોરન્ટોમાં સુરક્ષા સંબંધિત ગંભીર ખામીઓ, ફાયર એનઓસીનો અભાવ અથવા જરૂૂરી મંજૂરીઓ ન હોવાના કારણે મહાનગરપાલિકાએ સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ફાયર શાખાના અધિકારી અનવર ગજજણ અને તેમની ટીમ દ્વારા સમગ્ર કાર્યવાહી સંકલિત રીતે હાથ ધરવામાં આવી રહી છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે લોકોની સલામતીને પ્રાથમિકતા આપીને આવનાર દિવસોમાં પણ આ પ્રકારની ચકાસણી અને કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.

જામનગર મહાનગરપાલિકાની ફાયર સહિતની ટુકડી દ્વારા ગત વર્ષે પણ આ રીતે ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને આશરે ૭૦ થી વધુ હોટલ રેસ્ટોરન્ટ વગેરેને સીલ કરાયા હતા, જેના અનુસંધાને તમામ હોટલ સંચાલકો દ્વારા ફાયર સિસ્ટમ વગેરેને કાર્યરત કરી દીધી હોવાથી આ વખતના ચેકિંગમાં ૭૦ ટકા થી વધુ હોટલોમાં સબ સલામત જોવા મળ્યું હતું, અને બાકી રહી ગયેલી હોટલોમાં અત્યારે ફરી તાત્કાલિક અસરથી ફાયર પ્રણાલી વસાવી લેવા માટેની કાર્યવાહી ચાલુ થઈ છે.

 આ વર્ષે સીલ કરેલી ૬ હોટલના સંચાલકોએ ફાયર સિસ્ટમ વગેરેની કામગીરી કરાવવા માટેના સીલ ખોલી આપવા માંગણી કરવામાં આવી હતી, અને રૂપિયા ૩૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરીને આવી ૬ હોટલોના સીલ કામ કરવાના ભાગરૂપે ખોલી અપાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh