Advertisement
Author: નોબત સમાચાર

મોરકંડા નજીકની કિંમતી ખેતીની જમીન અંગે અદાલતનો વચગાળાનો મનાઈહુકમ

મિલકતની તબદિલી, વેચાણ સામે હુકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: મોરકંડાના એક મહિલાએ વારસાઈ જમીનમાંથી પોતાનું નામ નીકળી જાય તે પ્રકારની કાર્યવાહી થતી હોવાની આશંકાથી આ જમીનના વેચાણ કે તબદિલી સામે મનાઈ હુકમ માંગતા અદાલતે તે અરજી માન્ય રાખી છે.

જામનગર નજીકના મોરકંડા ગામમાં રે.સ.નં.૧૬૭માં આવેલી કરોડો રૂપિયાની ખેતીની જમીન જયંતિલાલ જેરામભાઈ નકુમ તેમજ અન્ય આઠ સહહિસ્સેદારની માલિકીની છે. તે જગ્યામાંથી જયંતિલાલની પુત્રી આરતીબેનનો વારસાઈ હક્ક નાબૂદ થાય તે રીતે જાહેર નોટીથસી તેનું વેચાણ કરવા તજવીજ થતાં આરતીબેને અદાલતમાં આ મિલકતની તબદિલી કે વેચાણ સામે મનાઈહુકમ મેળવવા દાવો કર્યાે છે.

ઉપરોક્ત દાવામાં આરતીબેન તરફથી રોકાયેલા વકીલ વિનોદ કટેશીયા, ભરત કટેશીયા, મનિષ પંડયાની રજૂ થયેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આ જમીનની તબદિલી કે વેચાણ સામે વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh