Advertisement
Author: નોબત સમાચાર

દિગ્વિજય પ્લોટમાં એપાર્ટમેન્ટ પાસેથી ઈંગ્લીશ દારૂના ૧૮ ચપલા સાથે એક શખ્સ ઝડપાયો

જસાપરના ખેતરમાંથી દારૂના ૩પ ચપલા કબજેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮માં એક એપાર્ટમેન્ટના પાર્કિંગ નજીકથી પોલીસે ઈંગ્લીશ દારૂના ૧૮ ચપલા સાથે એક શખ્સને પકડી પાડ્યો છે. કાલાવડના જસાપરની સીમમાં ખેતરમાંથી ૩પ ચપલા મળી આવ્યા છે અને હાપા પાસે એસટી બસના સ્ટોપ પાસેથી નગરનો શખ્સ ચાર ચપલા સાથે ઝડપાયો છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં શેરી નં.પ૮માં એક એપાર્ટમેન્ટ પાસે ત્યાં રહેતા શખ્સ દ્વારા ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે સિટી એ ડિવિઝનના સ્ટાફે દિગ્વિજય પ્લોટ-પ૮માં શાંતિનિકેતન એપાર્ટમેન્ટ પાસે દરોડો પાડ્યો હતો. તે એપાર્ટમેન્ટના બીજા માળ પર રહેતા હીરેન કિશોરભારથી ગોસ્વામી નામના શખ્સને એપાર્ટમેન્ટ નીચે પાર્કિંગમાંથી પકડી લેવામાં આવ્યો હતો. આ શખ્સની તલાશી લેવાતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂના ૧૮ ચપલા મળી આવ્યા હતા. પોલીસે રૂ।.૧૯૦૦નો મુદ્દામાલ કબજે કરી હીરેનની ધરપકડ કરી છે.

કાલાવડ તાલુકાના જસાપર ગામની સીમમાં આવેલા કાલાવડના ગોવિંદપરાવાળા વિપુલ મનસુખભાઈ દોંગા નામના આસામીના ખેતરમાં ગઈરાત્રે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા તે ખેતરમાંથી ઈંગ્લીશ દારૂના ૩પ ચપલા મળી આવ્યા હતા. રૂ।.પરપ૦ની કિંમતના ચપલા કબજે કરી પોલીસે વિપુલ દોંગાની અટકાયત કરી છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર હાપાથી થોડે આગળ એસટીના બસ સ્ટોપ નજીકથી જામનગરના ગોકુલનગરના રામનગરમાં રહેતા અલ્પેશ જમનભાઈ પોપલીયા નામના શખ્સને પોલીસે ઈંગ્લીશ દારૂના ચાર ચપલા સાથે પકડી પાડ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh