Advertisement
Author: નોબત સમાચાર

વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોકને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનોને અસરઃ

રાજકોટ તા. ર૮: રાજકોટ ડિવિઝનના વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં લીલાપુર રોડ-કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રીજ નંબર ર૪ માટે હાલના સ્ટીલ ગર્ડરની જગ્યાએ પીએસસી સ્લેબની જોગવાઈનું કામ એન્જિનિયરીંગ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે.

જેમાં તા. ર૮-૩-ર૦રપ ની ટ્રેન નંબર ૧૯૧ર૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ રદ રહેશે. તા. ૩૦-૩-ર૦રપ ની ટ્રેન નંબર ૧૯૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ રદ્ રહેશે. જ્યારે આંશિક રીતે રદ્ થયેલી ટ્રેનોમાં ર૯-૩-ર૦રપ ના ટ્રેન નંબર ૧૯૧ર૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ વેરાવળથી ઉપડશે અને સુરેન્દ્રનગર સુધી જશે અને સુરેન્દ્રનગરથી તેને  ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ તરીકે ચલાવવામાં આવશે.

આમ, ર૯-૩-ર૦રપ ના ૧૯૧ર૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ અને ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ બન્ને ટ્રેનો સુરેન્દ્રનગર-ગાંધીનગર કેપિટલ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ્ રહેશે.

માર્ગમાં રેગ્યુલેટ (મોડી થનાર) ટ્રેનોમાં ર૮-૩-ર૦રપ ની ટ્રેન નં. ૧૬૬૧૪ કોઈમ્બતુર-રાજકોટ એક્સપ્રેસ માર્ગમાં એક કલાક મોડી થશે. તા. ર૯-૩-ર૦રપ ની ટ્રેન નં. ૧૬૩૩૭ ઓખા-એર્નાકુલમ્ એક્સપ્રેસ માર્ગમાં ૪૦ મિનિટ મોડી થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh