Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રામસવારીના આયોજન સંબંધિત આવતીકાલે મિટિંગ યોજાશે

શ્રીરામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાઃ

જામનગર તા. ર૮: છોટીકાશી-જામનગર શહેરમાં પ્રતિવર્ષ શ્રીરામ જન્મ મહોત્સવને અનુલક્ષીને હિન્દુ ઉત્સવ સમિતિ તેમજ મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના નેજા હેઠળ વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

આ વખતે ૪૪ મી શોભાયાત્રા યોજાવા જઈ રહી છે, જેને આખરી ઓપ આપવા માટેની પ્રથમ બેઠક આવતીકાલે તા. ર૯-૩-ર૦રપ ના રાત્રે ૯ વાગ્યે પંચેશ્વર ટાવર રોડ પર શ્રીરામદૂત હનુમાનજી મંદિરના પ્રાંગણમાં રાખવામાં આવી છે. જે શોભાયાત્રા અંગેની ચર્ચા-વિચારણા અર્થે યોજાયેલી પ્રથમ મિટિંગમાં સંકલન સમિતિ અને ફ્લોટ સમિતિના તમામ સભ્યો સહિત જ્ઞાતિ મંડળો, ધાર્મિક સંસ્થાઓ, સત્સંગ મંડળ, સામાજિક સેવાકીય સંસ્થાઓ, મિત્રમંડળોના હોદ્દેદારો-સભ્યો વગેરેને સમયસર ઉપસ્થિત રહેવા મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજેશ ડી. વ્યાસ રાજુ મહાદેવ) દ્વારા અનુરોધ કરાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh