Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૮: જામનગરના વંથલી રેલવે ક્રોસીંગ પર બુધવારે રાત્રે માલ ગાડી થંભાવી તેના આસીસ્ટન્ટ લોકો પાયલોટ લઘુશંકા માટે ઉતર્યા પછી બીજી ટ્રેનની ઠોકરે ચઢી જતાં મોતને શરણ થયા છે. રેલવે પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.
જામનગર નજીકના વંથલી રેલવે ક્રોસીંગ પાસે બુધવારની રાત્રે એક માલગાડીના આસી. લોકો પાયલોટનું બીજી ટ્રેનની ઠોકરે ચઢી જતાં મૃત્યુ નિપજ્યું છે. જેની જાણ થતાં રેલવે પોલીસ દોડી આવી હતી.
આ બનાવની વધુ વિગત મુજબ માલગાડી લઈ જઈ રહેલા લોકો પાયલોટ એસ.કે. રહેમાને બુધવારે રાત્રે વંથલી રેલવે ક્રોસીંગ પાસે માલગાડી થંભાવી હતી. તેના એન્જીનમાંથી ઉતરી આ લોકો પાયલોટ રેલવે ટ્રેક પર ઉભા રહી લઘુશંકા કરતા હતા ત્યારે જ બીજી ટ્રેન આવી જતા તેની ઠોકર વાગતા એસ.કે. રહેમાન (ઉ.વ.૩૫)નું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું.
મૂળ રાજસ્થાનના વતની આ કર્મચારીના મૃતદેહને પીએમ માટે ખસેડી રેલવે પોલીસે રેલવેના અધિકારીઓ, મૃતકના પરિવારને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial