Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીઠોઈ ગામના પ્રૌઢને પાઈપથી કરાયું ફ્રેક્ચરઃ મસ્તીની ના પાડતા છરી હુલાવી દેવાઈઃ
જામનગર તા. ર૮: જામનગરના વૈશાલીનગરમાં એક મહિલાએ બીજા મહિલા સામે હુમલો કરી માર માર્યાની ફરિયાદ કરી છે. જ્યારે આરોપી મહિલાએ બે મહિલા સહિત ચારે હુમલો કર્યાની વળતી ફરિયાદ નોંેંધાવી છે. ઉપરાંત મસ્તી કરવાની ના પાડતા એક યુવાનને પેટમાં તિક્ષણ હથિયાર હુલાવી દેવાયું હતું. કમીશનની લાલચે છેતરાયેલા સોની વેપારીને પૈસા પરત માંગતા મારી નાખવાની ત્રણ શખ્સે ધમકી આપી છે અને મીઠોઈમાં એક પ્રૌૈઢને પાઈપથી માર મારી ફ્રેકચર કરી નખાયું છે.
જામનગરના બેડેશ્વર વિસ્તાર પાસે આવેલા વેશાલી નગરની શેરી નં.૬માં રહેતા હંસાબેન મનિષભાઈ પરમાર નામના મહિલા ગઈકાલે સવારે પોતાના ઘરે હતા ત્યારે ગાંધી નગર નજીક પુનીતનગરમાં રહેતા અમૃતાબેન અમિતભાઈ પરમાર નામના મહિલા આવ્યા હતા. તેઓએ હંસાબેનને તારા સાસુ તથા ઘરવાળાએ મારી સામે જે કેસ કર્યાે છે તે પાછો ખેંચી લેજો. તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ઝઘડો કર્યાે હતો અને ગાળો ભાંડી ઢીકાપાટુથી માર માર્યાે હતો. હંસાબેને સિટી બી ડિવિ. માં ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદની સામે અમૃતાબેન પરમારે વળતી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, ગઈકાલે સવારે તેઓ બેડેશ્વરમાં પોતાના ઘરનો સામાન લેવા ગયા ત્યારે વૈશાલીનગરમાં રહેતા જયેશ ઉર્ફે ઘોઘા, હંસાબેન મનિષ ભાઈ, મંજુબેન, કિશોરભાઈ તથા જયેશના પિતાએ અહીં કેમ આવ્યા છો તેમ પૂછતા અમૃતાબેને સામાન લેવા આવ્યા હોવાનું કહ્યું હતું તેથી જયેશ તથા તેના પિતાએ ગાળો ભાંડી હતી અને તે પછી ફોન કરીને બોલાવાયેલા હંસાબેન તથા મંજુબેને ઢીકાપાટુથી માર મારી ધમકી આપી હતી.
જામનગરના ચાંદીબજાર વિસ્તારમાં બુગદામાં આવેલી શ્રીજી જવેલર્સ નામની દુકાને ગઈ તા.૧૧ ડિસેમ્બરની બપોરે પાર્થ ભૂપતભાઈ પોલરા નામના વેપારી હાજર હતા ત્યારે રણજીતસાગર રોડ પર આવેલી ગ્રીનસિટીમાં રહેતો નૈમિષ પિત્રોડા તથા તેના પિતા અતુલ પિત્રોડા અને રાજકોટનો યુસુફ આવ્યા હતા.
આ શખ્સોએ રાજકોટની એક ફાયનાન્સ કંપનીની ઓફિસમાં રૂ. ૪ લાખ ભરી સાડા આઠેક તોલા સોનુ છોડાવવાનું કહી તે સોનુ વેચી કમીશન મેળવી બીજા પૈસા પાછા આપવાનું કહ્યું હતું.
આ શખ્સોની વાતોમાં આવી ગયેલા વેપારીએ રૂ. ૪ લાખ સાથે રાખી રાજકોટ સ્થિત ભક્તિનગરમાં બજાજ ફાયનાન્સ કંપનીની ઓફિસે જઈ યુસુફને પૈસા આપ્યા હતા. તે પછી પૈસા પરત નહીં આપતા અને પાર્થે તેની ઉઘરાણી કરતા યુસુફ તેમજ નૈમિષ અને અતુલ પિત્રોડાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. છેતરપિંડી કરનાર આ શખ્સો સામે સિટી એ ડિવિઝનમાં ફરિયાદ કરાઈ છે.
લાલપુર તાલુકાના મીઠોઈ ગામના ભરતસિંહ રૂપસંગ જાડેજાના ઘેર બુધવારે મયુરસિંહ બટુકસિંહ ગોહિલ આવ્યો હતો. તેને ઘરે આવવાની ના પાડતા મયુરે ગાળો ભાંડી રસ્તા પર ઉભા રહી ખરાબ ઈશારા કર્યા હતા. તે પછી સાંજે પોતાની દુકાને જતા ભરતસિંહને રસ્તા વચ્ચે રોકી લઈ ગાળો ભાંડી મયુરસિંહે પાઈપથી હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડી હતી. તેની સામે મેઘપર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવાયો છે.
જામનગરના વાઘેરવાડામાં રહેતા ફરીદ દાઉદભાઈ ગજીયા અને તેના મિત્ર આબીદ ઉમર અને મકસુદ કાસમ બુધવારે રાત્રે પાનની દુકાને ગયા હતા. ત્યારે મહંમદ ઈસ્માઈલ ગજીયા ઉર્ફે પટેલ આવ્યો હતો અને તેણે મસ્તી શરૂ કરી હતી તેને મસ્તી કરવાની ફરીદે ના પાડતા ઉશ્કેરાયેલા મહંમદે છરી જેવું હથિયાર કાઢી તેના પેટમાં હુલાવી દીધુ હતું. લોહીલોહાણ બની ગયેલા ફરીદને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાંથી પોલીસ સમક્ષ ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial