Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેંગકોક સુધી અનુભવાયો આંચકો
નવી દિલ્હી તા. ર૮: ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં ૭.૭ ની તીવ્રતાના જોરદાર ભૂકંપના કારણે બંગકોક સુધી આંચકો અનુભવાયો હતો. ભારતમાં પણ દિલ્હી-યુ.પી. સુધીની ધરા ધ્રુજી હતી.
ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં શુક્રવારે જોરદાર ભૂકંપ આવ્યો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૭.ર નોંધાઈ હતી જેના લીધે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપ એટલો જોરદાર હતો કે છેક બેંગકોક સુધી તેના આંચકા અનુભવાયા હતાં. ભારતમાં દિલ્હી-એનસીઆર અને ઉત્તરપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. ખાસ કરીને પૂર્વોત્તર રાજ્ય મણિપુર, અરૂણાચલ પ્રદેશ, આસામ અને નાગાલેન્ડમાં ભૂકંપના તેજ આંચકા નોંધાયા હતાં.
મ્યાનમાર અને ભારત સિવાય બેન્કોકમાં પણ ૬.ર તીવ્રતાના ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. મ્યાનમારમાં પહેલીવાર ૧૧-પર વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો અને બાદમાં ૧ર-૦ર વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો. જર્મન રિસર્ચ સેન્ટર ઓફ જીયોસાઈન્સ અનુસાર ભૂકંપનું કેન્દ્ર ધરતીની ૧૦ કિ.મી. નીચે હતું.
બેન્કોક તંત્રનું કહેવું છે કે, ભૂકંપ એટલો જોરદાર હતો કે, સ્વિમિંગ પુલનું પાણી બહાર ઉછળવા લાગ્યું હતું. ડરના કારણે લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતાં. ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારમાં મનજાલે શહેરની પાસે જણાવવામાં આવી રહ્યું છે.
મોડેથી મળતા અહેવાલો મુજબ મ્યાનમારમાં ભૂકંપે ચારે તરફ તબાહી મચાવી છે, અને આ ભૂકંપની અસરો ઉત્તર પૂર્વ ભારતના રાજ્યોને પણ થઈ છે. ઘણી ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. માર્ગો-પૂલો તૂટ્યા છે, અને થાઈલેન્ડમાં પણ તે જ ભૂકંપ આવ્યો છે, ત્યાંના વડાપ્રધાને કટોકટી જાહેર કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial