Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુની આરામ કોલોની મિત્ર મંડળ દ્વારા
જામનગર તા. ૨૮: જામનગરમાં જુની આરામ કોલોની મિત્ર મંડળ દ્વારા તા. ૩૦ માર્ચથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્ય પુરોહિત બ્રાહ્મણ બોર્ડીંગ પાછળ, બ્રહ્મ સમાજનો વંડો, કામેશ્વર મહાદેવ મંદિર, ખોડીયાર કોલોનીમાં આયોજીત આ સપ્તાહમાં શાસ્ત્રી પ્રવિણભાઈ આચાર્ય (ટુપણીવાળા) વ્યાસપીઠ ઉપર બિરાજી કથાનું રસપાન કરાવશે. આ સમયે અતિથિ વિશેષ તરીકે પ.પૂ. ભારતી બાપુ (મહંત કામેશ્વર મહાદેવ મંદિર) ઉપસ્થિત રહેશે.
તા. ૩૦ માર્ચના સવારે ૯ વાગ્યે પોથી પધરામણી પછી તા. ૩૧ના કપિલ જન્મ, તા. ૧લી એપ્રિલના શ્રી નૃસિંહ પ્રાકટય, તા. ૨ના વામન જન્મ, તા. ૨નાં શ્રીરામ જન્મ, તા. ૨ના સાંજે ૬ વાગ્યે શ્રીકૃષ્ણ જન્મ, તા.૩ના ગોવર્ધન લીલા, આ કથા દરમ્યાન સંતો-મહંતોની પધરામણી થશે.
સમગ્ર ભાગવત સપ્તાહનું આયોજન પ્રવિણસિંહ ચુડાસમા, વિશાલ ખખ્ખર, રમેશભાઈ મધોડીયા, ધીરૂભાઈ ચૌહાણ, અરજણભાઈ કરમુર અને જયદિપસિંહ ચૌહાણ દ્વારા કરાયું છે. તા. ૪ના શ્રીકૃષ્ણ રૂકમણી વિવાહ, તા. ૫ના સાંજે ૬ વાગ્યે શ્રી સુદામા ચરીત્ર, પરિક્ષીત મોક્ષ-હુંડી તેમજ તા.૬ અને રવિવારે વિષ્ણુયાગ- દશાંશ યજ્ઞ, પૂજા થશે. તા. ૩-૪-૨૫ના રાત્રે ૯ વાગ્યે કાનગોપી રાસ તથા તા. ૫ના રાત્રે લોક ડાયરો યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial