Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત સરકારના પુરાતત્ત્વ વિભાગ દ્વારા
દ્વારકા તા. ર૮: દ્વારકાની હોટલ લોર્ડઝમાં આર્કોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ દ્વારા યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં વિભાગના વડા આલોક ત્રિપાઠી દ્વારા હાલમાં ચાલી રહેલ સંશોધન કાર્યની માહિતી આપતા જણાવેલ કે દ્વારકા એ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પુરાતત્ત્વિય દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું હોય, પુરાતત્ત્વવિદ્ અને ઈતિહાસકારો દ્વારા એક સદીથી વધુ સમયથી આ વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે.
આર્કોલોજી વિભાગ દ્વારા આ પહેલા વર્ષ ૧૯૭૯ માં સંશોધન કાર્યની શરૂઆત કરેલ જે બાદમાં ર૦૦પ થી ર૦૦૭ સુધી લેન્ડ વોટર અને સંબંધિત વિભાગમાં સંશોધન કાર્ય હાથ ધરવામાં આવેલ. આ સમયેભાગ દ્વારા ર નોટિકલ માઈલ બાય ૧ નોટિકલ માઈલ જેટલા વિશાળ વિસ્તારમાં સર્વે હાથ રેલ, પરંતુ મર્યાદિત સમય અને સંશાધનને કારણે પ૦ મીટર બાય પ૦ મીટરના ઓબ્જેક્ટીવ અને લિમિટેડ વિસ્તારમાં જ ખોદકામ કર્યું હતું. હવે સરકાર દ્વારા સમગ્ર દ્વારકા તથા બેટદ્વારકા વિસ્તારમાં સંશોધન કાર્ય હાથ ધરાનાર હોય, આર્કોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા અન્ડરવોટર કોલોજિકલ વિંગની રચના કરાઈ છે. જેમાં આર્કોલોજિકલ વિભાગની ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં નવા સર્વે અને આર્કોલોજિકલ સર્વે હાથ ધરવામાં આવી રહ્યા છે અને આ વિસ્તારના ઐતિહાસિક મહત્ત્વને વિશ્વફલક પર ઉજાગર કરવામાં આવશે. પ્રથમ ફેઈઝમાં ગોમતી નદીના મુખ પાસે થોડા સમય પહેલા અને હાલમાં પણ ડાઈવીંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હાલમાં ત્રણ ટીમો જેમાં બે ટીમ બેટદ્વારકા અને એક ટીમ દ્વારકામાં કાર્યરત કરવામાં આવી છે અને હાલમાં આર્કોલોજી વિભાગ દ્વારા નવા મમ્બર્સને ટ્રેનિંગ સાથે ભરતી કરવામાં આવનાર છે. જમના દ્વારા આ સમગ્ર ઐતિહાસિક મહત્તવ ધરાવતા દ્વારકા પંથકમાં સઘન અધ્યયન અને સંશોધન કાર્ય હાથ ધરી નવા સંસ્કરણો સાથે નવી માહિતી વિશ્વફલક પર ઉપલબ્ધ કરાશે.
સરકારનું આગામી આયોજન આ સમગ્ર વિસ્તારમાં સિસ્ટેમેટિકલી સંશોધન કાર્ય હાથ ધરવાનું હોય, ટૂંક સમયમાં જ આ સંશોધન કાર્યના સફળ પરિણામો જોવા મળશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ભવિષ્યમાં આ સંશોધનોને નરી આંખે જોઈ શકે તેવી પણ યોજના હોય, તે દિશામાં પણ પગલાં લેવાઈ રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial