Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ
ગાંધીનગર તા. ૨૮: ગુજરાતમા ૨૫% કરતાં વધુ ડોકટર-પેરામેડિકસની ઘટ હોવાનું ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા કેગનો રિપોર્ટમાં જાહેર થયું છે.
ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસે આરોગ્ય સંભાળ વ્યવસ્થામાં ખાલીખમ જગ્યો હોવાનો અહેવાલ જાહેર થયો છે. કન્ટ્રોલર અને ઓડિટર જનરલ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીમાં રાજ્યમાં ૨૫ % જેટલા ડોકટરોની અછતનો આંકડો જાહેર થયો છે. કેગની ટિપ્પણીમાં રાજ્યના જાહેર આરોગ્ય સંસ્થાઓમાં માનવ સંશાધનની તંગી એક મોટો પડકારરૂપ મુદ્દો બની ગઈ છે.
તાજેતરના આંકડાઓ અનુસાર, ૨૦૧૬-૨૨ દરમિયાન ૯,૯૮૩ આરોગ્યસંભાળ કર્મચારીઓને નિયુક્ત કરાયા હતા, છતાં માર્ચ ૨૦૨૨ સુધી ડોક્ટરો, નર્સો અને પેરામેડિક્સમાં અનુક્રમે ૨૩%, ૬% અને ૨૩%ની અછત છે. રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી ૨૨ જિલ્લાઓમાં ડોક્ટરોની ૨૫% કરતા વધુ અછત નોંધાઈ છે.
પેરામેડિક્સની કમી ૧૯ જિલ્લાઓમાં વધી રહી છે. આ સ્થિતિ અરજિયાત બનાવે છે કે પ્રાથમિક આરોગ્ય સંભાળ સુવિધાઓમાં ડોક્ટરો અને પેરામેડિક્સના પ્રમાણમાં ભૌગોલિક રીતે યોગ્ય વહેચણી સુનિશ્ચિત કરવામાં આવે.
મહિલા અને બાળકોના આરોગ્ય કેન્દ્રોમાં સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની જગ્યાઓમાંથી ૨૮% ખાલી છે, જ્યારે જિલ્લા હોસ્પિટલોમાં આ આંકડો ૩૬% છે અને પેટા જિલ્લા હોસ્પિટલોમાં ૫૧% સુધી પહોંચી ગયો છે. વધુમાં, ડોક્ટરોની ૧૮%, નર્સોની ૭%, અને પેરામેડિક્સની ૪૬% જગ્યાઓ હજુ ખાલી છે.
રાષ્ટ્રીય સ્વસ્થતા અભિયાન યોજનામાં પણ સ્થિતિ ચિંતાજનક છે, જ્યાં ૮,૨૦૮ મંજૂર જગ્યોમાંથી ૧,૫૧૦ જગ્યો (૧૮%) ખાલી છે. આ સિવાય, ભારતીય નર્સિંગ કાઉન્સિલના ધોરણો પ્રમાણે નર્સિંગ કોલેજો અને સ્કૂલોમાં ૭૬% શૈક્ષણિક કર્મચારીની અછત નોંધાઈ છે.
આ વિપરીત સ્થિતિમાં રાજ્ય સરકાર માટે મેડિકલ અને નર્સિંગ કોલેજો સાથે આરોગ્ય સંભાળ સુવિધાઓમાં લોકોને નિયુક્ત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની અનિવાર્યતા છે. આરોગ્ય સંભાળમાં કર્મચારીગણના ખાલીપાને દૂર કર્યા વિના, સાર્વજનિક આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવામાં પડકારો રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial