Advertisement
Author: નોબત સમાચાર

મહેશ્વરી સમાજનો હાલારનો સૌથી મોટો મેળો યોજાશે

ઘુમલીમાં લુણંગ ગણેશોત્સવનું આયોજન

જામનગર તા. ૨૪: ભાણવડ તાલુકાના ઘુમલીમાં બરડા ડુંગરની ટોચે આવેલ ર્માં આશાપુરાનું મંદિર તથા તળેટીમાં આવેલ લુણંગ ગણેશ મંદિરના સાનિધ્યમાં બે દિવસ માટે લુણંગ ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર સ્થળે વરસોથી મહેશ્વરી સમાજનો હાલારનો સૌથી મોટો મેળો યોજાય છે.

આગામી તા. ૩૧-૩-૨૫ અને તા. ૧-૪-૨૫ના બે દિવસ વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં તા. ૩૧-૩ના સાંજે ૭ વાગ્યે મહાપ્રસાદ, રાત્રે ૧૦ વાગ્યે મહેશ્વરી મેઘવાર સમાજના ઈષ્ટદેવ મામયદેવ કથિત વેદ-જ્ઞાન વાણી (જ્ઞાન કથન)નો કાર્યક્રમ યોજાશે. રાત્રે ૧૨ વાગ્યે દાતાઓ તથા મહાનુભાવોનું સન્માન કરવામાં આવશે.

તા. ૧-૪-૨૫ના સવારે ૬ વાગ્યે ભેટ-પૂજા, સવારે ૭ વાગ્યે પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે.

હાલારના મહેશ્વરી સમાજના આ ધાર્મિક મેળામાં માનતાઓ તેમજ શ્રદ્ધાથી જોડાતા પદયાત્રીઓ તા. ૨૯-૩-૨૦૨૫ના વહેલી સવારે સાધના કોલોની, જામનગરથી પ્રયાણ કરશે અને તા. ૩૧-૩-૨૦૨૫ના ઘુમલી પહોંચશે.

પદયાત્રીઓ માટે જુદા-જુદા દાતાઓ દ્વારા ભોજન, ચા-પાણી, ઠંડા-પીણા, આરામ માટે કેમ્પ વગેરેની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં (૧) દરેડ ગામ પાસે, સ્વ. કાનાભાઈ આશાભાઈ નંજાર પવિાર, (૨) ચેલા ગામ પાસે, મહેશ્વરી મેઘવાર પંચ (ચેલા) (૩) આરીખાણાના પાટીયા પાસે મધુભાઈ માલશીભાઈ એરડીયા તથા કિશોરભાઈ મુળજીભાઈ પરમાર, (૪) જલારામ મંદિરે-લાલપુર, સ્વ. બાનાભાઈ ખીસીભાઈ ગોરડીયા પરિવાર, (૫) સણોસરી ગામના પાટીયા પાસે દલિત સમાજ સણોસરી પંચ (૬) વેરાડ નદી પાસે, ઁ ગ્રુપ, હીરાસરનગર, જામનગર તથા (૭) સમાજવાડી, ભાણવડમાં મહેશ્વરી મેઘવાર પંચ ભાણવડ તરફથી તથા ઘુમલી તા. ૩૧-૩-૨૦૨૫ના બપોરે હમીરભાઈ નંજાર, અર્જુનભાઈ વારસાખિયા, રમેશભાઈ વઘોરા, દેવરાજભાઈ રોશિયા, નારણભાઈ નંજાર તથા કમલેશભાઈ દાફડા વગેરેનો સહકાર મળ્યો છે.

તેમજ પદયાત્રીઓ માટે ગજબ ગ્રુપ, જામનગર તરફથી, મહેશ્વરી યુવા ગ્રુપ, લાલપુર તરફથી, ગણેશનગર પંચ- જામનગર તરફથી, આરીખાણા મેઘવાર પંચ તરફથી પદયાત્રીઓ માટે લચ્છી, છાસ, ઠંડા પીણા, ફ્રુટ, દૂધ કોલ્ડ્રીંકસ તેમજ ધરમપુર ગામના પાટીયા પાસે ધરમપુર પંચ તરફથી કેમ્પ રાખવામાં આવેલ છે. જામનગરથી ઘુમલી સુધી પાણીની વ્યવસ્થા લાલાભાઈ માલસીભાઈ ગોરડીયા (ઢીંચડા) દ્વારા કરવામાં આવશે.

આ ધાર્મિક ઉત્સવમાં તા. ૩૧-૩-૨૦૨૫, સોમવારે રાત્રે મહાપ્રસાદ તથા તા. ૧-૪-૨૦૨૫, મંગળવારના સવારે પ્રસાદનો સહયોગ હીરાભાઈ પાલાભાઈ યાદવ, સ્વ. વાલીબેન હીરાભાઈ યાદવ તથા સ્વ. દિપક હીરાભાઈ યાદવના સ્મરણાર્થે (ગામઃ અલીયા, તરફથી પ્રાપ્ત થયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh