Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પારસધામમાં બાળકો-યુવાઓ માટે વિશિષ્ટ કાર્યક્રમોઃ માર્ગદર્શન અપાશે

આવતીકાલથી બે દિવસ માટે

જામનગર તા. ૨૮: રાષ્ટ્રસંત ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા પૂજ્યશ્રી પાવનતાજી મહાસતીજી આદિઠાણાના સાંનિધ્યે જામનગર પારસધામના આંગણે બાળકો અને યંગસ્ટર્સને મોટીવેટ કરતાં વિશિષ્ટ સેશન્સનું આયોજન આગામી ૨૯ અને ૩૦ માર્ચ, શનિવાર અને રવિવારના દિવસે કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આજના મોડર્ન યુગમાં ઈન્સ્ટન્ટ મની અને ઈન્સ્ટન્ટ સકસેસ પામવા માટેની સ્ટ્રેસફૂલ લાઈફમાં યુવાનો જયારે દિશાહીન બનીને દૂષણો તરફ દોરાઈ રહ્યાં છે ત્યારે એમને સકસેસફૂલ લાઈફની માસ્ટર ગાઈડલાઈન આપતું વિશિષ્ટ સેશન યંગ માઈન્ડ ૩૬૦ ડિગ્રીનું આયોજન તા. ૨૯ માર્ચ, શનિવારના સાંજના ૮ થી ૯ કલાક દરમિયાન કરવામાં આવ્યું છે. એ સાથે જ તારીખ ૩૦ રવિવાર સવારના ૯.૩૦ કલાકે અહો જીનશાસનમ શાસન ઉપકારની પ્રેરણા આપતો અદભુત કાર્યક્રમ યોજાશે. બપોરના ૪.૩૦ થી ૫.૩૦ કલાક દરમિયાન વિશેષરૂપે બાળકોને પરીક્ષાના ભયથી મુકત થવાની પ્રેરણા આપતો ફિયર ફ્રી એકઝામ વિશિષ્ટ સેશન રાખવામાં આવ્યું છે.

બાળકો અને યુવાનોની લાઈફને યુ ટર્ન આપતા ત્રણે કાર્યક્રમો પારસધામ, સજુબા સ્કૂલની સામે, રણજીત રોડ, જામનગરમાં યોજાશે.

વિશેષમાં આગામી તા. ૪ એપ્રિલથી ૧૨ એપ્રિલ સુધી આવી રહેલાં આયંબિલ ઓળી પર્વની આરાધના પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી આદિઠાણાના સાંનિધ્યે સ્વાદ વિજય ઉત્સવ રૂપે અનેકવિધ કાર્યક્રમો સાથે ઉજવાશે. જેમાં જામનગરના જ દીકરી એવા પૂજ્ય શ્રી પરમ અનુજ્ઞાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ મહાપ્રજ્ઞાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ જિનેશાજી મહાસતીજી જામનગરના ભાવિકોને પ્રતિબોધિત કરવા તેજપ્રકાશ ઉપાશ્રય, બેંક કોલોની સંઘ, તેજ પ્રકાશ સોસાયટી, બેડીપરા, ઈન્દ્રદિપ સોસાયટી, જામનગરમાં પધારશે.

જામનગરના પરમ સદભાગ્યે પ્રાપ્ત થએલા પૂજ્યશ્રી પરમ મહાસતીજીઓના સાંનિધ્યે આયોજિત દરેકે દરેક કાર્યક્રમમાં યુવાનો, બાળકો તેમજ સર્વ ભાવિકોને પધારવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh