Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા તાલુકાના કેશોદ ગામ બન્યું આદર્શ ગામઃ તમામ સુવિધા ઉપલબ્ધ

રાષ્ટ્રપતિના હસ્તે સન્માન મેળવનાર

જામનગર તા. ર૮: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાનું કેશોદ ગામ આદર્શ ગામ બન્યું છે. આ ગામમાં તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઈ છે.

રાષ્ટ્રીય સ્તરે આદર્શ ગામની પદવી મેળવી છે. અહિં ઘર વિહોણા સો લોકોને પાકા મકાન, ગેસ જોડાણ, સ્માર્ટ સ્કુલ, નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા સહિતની અનેક સુવિધા ઉપલબ્ધ છે. આમ નાના એવા ગામડામાં રહેતા લોકો શહેરી સુખ-સુવિધાનો અનુભવ કરી રહ્યા છે.

જળ અને સ્વચ્છતા અભિયાનમાં કેશોદ ગામે નવી સિદ્ધિ હાંસલ કરી છે. આ અભિયાનમાં ૧૦૦ ટકા મહિલાઓની ભાગીદારીવાળી પાણી સમિતિએ સ્વચ્છતા અને  વ્યવસ્થાપનમાં જિલ્લામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિન-દયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજના દ્વારા ૧૦૦ જેટલા ઘરવિહોણા લોકોને પાકા મકાનનું નિર્માણ કરી આપવામાં આવ્યું છે. સરકારની ઉજ્જવલા યોજના દ્વારા દરેક ઘરમાં ફ્રી ગેસ કનેક્શન આપવામાં આવ્યું છે. જેના પરિણામે કેશોદ ગામે સ્મોકલેટાની પદવી હાંસલ કરી છે. વર્ષ ર૦૧૭ માં રાષ્ટ્રપતિના હસ્તે કેશોદ ગામને સન્માન પ્રાપ્ત થયું હતું. ગામે ૧૦૦ ટકા શૌચાલય અને ઓ.ડી.એફ. પ્લસ ગામનો દરજ્જો મેળવ્યો છે.

હર ઘર જળ યોજના અંતર્ગત દરેક ઘરને પાણીની સુવિધા આપવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રમાં સ્માર્ટ સ્કૂલ, કોમ્પ્યુટર લેબ, કોમ્પ્યુટર ક્લાસ સાથેની સુવિધા બાળકોના ભવિષ્ય ઉજ્જવળ બનાવાયું છે. નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા પણ ઉપલબ્ધ છે. ગામમાં પાકા રસ્તા, કલાત્મક પ્રવેશ દ્વાર, ગાર્ડન, મંદિર, બાલકૃષ્ણ ગાર્ડનની સુવિધા પણ ઉપલબ્ધ છે. મહિલા સરપંચની આગેવાનીમાં ગામે સાબિત કર્યું છે કે, સમુદાયની ભાગીદારી અને સરકારની યોજનાના સુમેળથી ગામની કાયા પલટ થઈ શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh