Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૦૮માં બંને ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યાઃ બસચાલક સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા.ર૮ : જામનગરના સુમેર કલબ રોડ પર બુધવારે સાંજે એસટીની એક બસે આગળ જતાં બાઈકને ટક્કર મારતા બાઈક પર જઈ રહેલા બે સાઢુભાઈ ઘવાયા છે. એક ઈજાગ્રસ્તે બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગરના સુમેર કલબ રોડ પર આવેલા એસટી ડેપો નજીકથી જીજે-૩-પીસી ૮૭૩૯ નંબરના હીરો મોટર સાયકલ પર ઢીંચડા રોડ પર રહેતા પ્રેમ વસંતભાઈ ભદ્રા તથા તેમના સાઢુભાઈ જય બગડા બુધવારે સાંજે પાંચેક વાગ્યે પસાર થતા હતા.
આ વેળાએ એસટી ડેપોમાં જઈ રહેલી જીજે-૧૮-ઝેડ ૩૮૬૦ નંબરની લોકલ બસના ચાલકે લાખોટા મિગ કોલોની નજીક આ બાઈકને હડફેટે લીધુ હતું. જેના પગલે પ્રેમ ભદ્રા તથા જય બગડા બસ ટક્કરથી ફેંકાઈ ગયા હતા.
આ અકસ્માતમાં પ્રેમને હાથ તથા શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ છે અને જય બગડાને માથામાં ગંભીર ઈજા ઉપરાંત પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. ત્યાં હાજર વ્યક્તિઓએ ૧૦૮ને જાણ કરતા દોડી આવેલી એમ્બ્યુલન્સમાં બંને ઈજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી પ્રેમ ભદ્રાએ એસટી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial