Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અધિકારીઓની સંખ્યાબંધ બનાવટી નેમ પ્લેટ મળી'તીઃ
ખંભાળિયા તા.૨૮ : ખંભાળિયામાંથી પોલીસે એક યુવક તથા યુવતીને રાજ્ય સેવકના બોર્ડવાળી મોટરમાંથી પકડી પાડ્યા પછી મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ત્રણ દિવસ રિમાન્ડ પર રહેલા શખ્સે બનાવટી નેમ પ્લેટ વગેરેનો ઉપયોગ કરી છેતરપિંડી આચર્યાનું ખૂલ્યું છે. આજે રિમાન્ડ પૂર્ણ થયા પછી બીજા ગુન્હામાં તેને રિમાન્ડ પર લેવાની પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી છે.
ખંભાળીયામાં જોધપુર નાકા પાસે દોરડાની દુકાનવાળા ભરતભાઈ પંચમતીયા મૂળ સલાયાના વતી છે. તેઓના પુત્ર જીલે બે વર્ષ સુધી હોમીયોપેથી તબીબનું ભણતર મેળવ્યું હતું. તે પછી આ યુવાન બનાવટી અધિકારી બનીને ઠગાઈના રવાડે ચડી ગયો હતો.
ખંભાળિયા પોલીસ દ્વારા જીલને ત્રણ દિવસના રિમાન્ડ પર લઈ આગવી ઢબે પૂછપરછ કરાતા તેની પાસેથી ઢગલાબંધ નેઈમ પ્લેટ, કાર પ્લેટ તથા આઈકાર્ડ મળી આવ્યા હતા. એસડીએમ, કેન્દ્ર સરકાર, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, એડમીનીસ્ટ્રેટિવ ગુજરાત સરકાર, ડોક્ટર એડીશનલ કમિશનર-હેડ ઓફ એનોટોમી વિભાગ-ડો. જીલ પંચમતીયા, કમિશનર ઓફ મેડિકલ એજયુકેશન સહિતના રાજ્ય સેવકના માર્કા, નિશાનીઓ, એક બનાવટી પિસ્તોલ, એરગન, લેપટોપ, બનાવટી હોદ્દાના ઓળખકાર્ડ કબજે કરવામાં આવ્યા છે.
આ શખ્સ પોલીસ પોતાને રોકે નહીં તે માટે આ અધિકારીને રોકવામાં આવશે તો કાનૂની પ્રક્રિયા કરવામાં આવશે તેવી ચેતવણી લખેલા હિન્દી, અંગ્રેજીના પત્રો પણ પોતાની સાથે રાખી રૌફ જમાવતો હતો. પોલીસે તેના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થાય પછી બીજા કેસમાં ધરપકડ બતાવી તેના રિમાન્ડ માંગવાનો વ્યૂહ ઘડી કાઢયો છે. આ રીતે જુદા જુદા સાત કેસમાં આ શખ્સની રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરવામાં આવશે. એસપી નિતેશ પાંડેયની સૂચનાથી ડીવાયએસપી પ્રજાપતિના માર્ગદર્શનમાં પીઆઈ સી.એલ. દેસાઈ, કે.એસ. ગોહિલ, વી.જે. સરવૈયા, પીએસઆઈ એમ.આર. બારડ તથા સ્ટાફ દ્વારા ચલાવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial