Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલાવડ તથા જામજોધપુરમાંથી છ પત્તાપ્રેમી પકડાયાઃ
જામનગર તા.૨૮ : કાલાવડના ઉમરાળા ગામ સ્થિત એક ખેતરમાં મકાનમાં જામેલી જુગારની મહેફિલ પર પોલીસે દરોડો પાડી છ શખ્સને રૂ. ૨,૧૩,૨૪૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. કાલાવડમાંથી જ ત્રણ પત્તાપ્રેમી પણ પકડાયા છે અને જામજોધપુરમાં ગંજીપાના કૂટતા ત્રણ સામે ગુન્હો નોંધાયો છે.
કાલાવડ તાલુકાના ઉમરાળા ગામમાં એક ખેતરમાં બનાવવામાં આવેલા મકાનમાં નાલ ઉઘરાવી જુગાર રમાડાતો હોવાની બાતમી પરથી ગઈરાત્રે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફે ઉપેન્દ્ર નારણભાઈ ભંડેરી નામના શખ્સના ખેતર સ્થિત મકાનમાં દરોડો પાડ્યો હતો.
તે સ્થળે જુગાર રમવા માટે સગવડ પૂરી પાડી અખાડો ચલાવતા ઉપેન્દ્ર ભંડેરી સહિત જુગાર રમતા વસંત ઉર્ફે ભૂપત ચનાભાઈ સાવલીયા, લાલો ઉર્ફે કિશોર ભાણજીભાઈ શિંગાળા, સવદાસ પાંચાભાઈ દોંગા, મિતુલ કેશવજીભાઈ દોંગા, કૌશિક બાબુભાઈ સાવલીયા નામના પાંચ શખ્સ ગંજીપાના કૂટતા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ. ૫૩૨૪૦ રોકડા, છ મોબાઈલ, એક બાઈક, એક મોટર મળી રૂ. ૨,૧૩,૨૪૦નો મુદ્દામાલ કબજે કરી છએય સામે જુગારધારાની કલમ ૪, પ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામજોધપુર શહેરમાં ગૌશાળા પાસે ગઈકાલે સાંજે તીનપત્તી રમતા ગિરીશ નાથાભાઈ કુડેચા, અતુલ ઘેલાભાઈ મકવાણા, ભરત છગનભાઈ પરમાર નામના ત્રણ શખ્સને પોલીસે પકડી લઈ રૂ. ૪૦૪૦ કબજે કર્યા છે.
કાલાવડ શહેરમાં કોળી સમાજની વાડી પાસે ગઈકાલે સાંજે રોનપોલીસ રમતા રાજુ રણછોડભાઈ ગોહિલ, ખોડુભાઈ ગોગનભાઈ ઝીંઝુવાડીયા, નીરૂભા ઓઘડભા જાડેજા નામના ત્રણ શખ્સને પોલીસે પકડી પાડી રૂ. ૧૯૮૦ ઝબ્બે લીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial