Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ર૮: ખંભાળિયામાં સોનલ માતાજીના મંદિરના પાવન સાનિધ્યમાં સમસ્ત બારાડી ચારણ સમાજ દ્વારા તા. ર૮-૩-ર૦પ થી તા. પ-૪-ર૦રપ સુધી શ્રીમદ્ દેવી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસાસને લાખણશીભાઈ ગઢવી બિરાજી કથાનું રસપાન કરાવશે. કથા શ્રવણનો સમય સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધીનો રહેશે.
તા. ૩૦/૩ ના રાત્રે સંતવાણી, ૧/૪ ના નંદ મહોત્સવ, ર/૪ ના દાંડિયા રાસ, ૩/૪ ના દેવી પ્રાગટ્ય, ૪/૪ ના ચારણી રમતો, પ/૪ ના કથા વિરામ થશે. સપ્તાહ દરમિયાન બપોરે મહાપ્રસાદનું આયોજન થયું છે.
કથા દરમિયાન મઢધામના કંચન માઁ, પાણીધ્રાના પૂ. આઈમાઁ, ખંભાળિયાના હીરલ માઁ રામપરાના પૂ. રૂપલ માઁ, મઢડાના ગિરીશ ખાવા, ખંભાળિયાના દેવલ માઁ, ધર્મસભામાં દેવલ માઁ આશાબાઈ માઁ, પાલુ ભગત વગેરે ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial