Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એટીએમ એટલે બેન્કો માટે ઓલ ટાઈમ મની !
નવીદિલ્હી તા. ૨૮: એટીએમ ચાર્જીસ સ્વરૂપે રૂ. ૨૦૪૩ કરોડની આવક કરી છે. એસબીઆઈ પછી પંજાબ નેશનલ બેંક (પીએનબી) અને કેનારા બેંક બે જ એવી બેન્ક છે જેણે એટીએમ રોકડ ઉપાડમાંથી અનુક્રમે રૂ. ૯૦.૩૩ કરોડ અને ૩૧.૪૨ કરોડ એકત્રિત કર્યા છે, જયારે ખોટ કરવામાં બીઓબી આગળ છે. તેના પછીના ક્રમે ઈન્ડિયન બેંક આવે છે.
કેન્દ્રએ જણાવ્યું છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)એ એટીએમ કેશ વિથડ્રોઅલથી મોટાપાયા પર કમાણી કરી છે. છેલ્લા પાંચ વર્ષમાં એસબીઆઇને એટીએમ વિથડ્રોઅલ ચાર્જ પેટે જ રૂ. ૨૦૪૩ કરોડની આવક થઈ હોવાનું મનાય છે. તેની તુલનાએ અન્ય નવ જાહેર ક્ષેત્રની બેંકોની એટીએમના મોરચે સંયુક્ત ખોટ રૂ. ૩૭૩૮.૭૮ કરોડ છે.
સંયુક્ત ધોરણે એસબીઆઇ પછી પંજાબ નેશનલ બેંક (પીએનબી) અને કેનેરા બેંક બે જ એવી બેંક છે જેણે એટીએમ રોકડ ઉપાડમાંથી અનુક્રમે રૂ. ૯૦.૩૩ કરોડ અને રૂ. ૩૧.૪૨ કરોડ એકત્રિત કર્યા છે. આમ સરકારનું કહેવું છે કે એસબીઆઇએ જાહેર ક્ષેત્રની અન્ય બેંકોની તુલનાએ એટીએમ રોકડ કમાણીમાં ઘણી સારી કામગીરી દાખવી છે.
જાહેર ક્ષેત્રની બેક્રોએ એટીએમ વિથડ્રોઅલમાંથી કરેલી કમાણી અંગે ગૃહમાં સવાલ પૂછવામાં આવતા નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ ઉપરોક્ત જવાબ આપ્યો હતો. એસબીઆઈએ છેલ્લા પાંચ વર્ષમાં એટીએમ રોકડ ઉપાડ પેટે રૂ. ૬૫૬ કરોડ, રૂ. ૨૨૮ કરોડ, રૂ. ૩૯૩ કરોડ, રૂ. ૪૩૫ કરોડ, રૂ. ૩૩૧ કરોડની આવક કરી હતી. તેનાથી વિપરીત બેંક ઓફ બરોડાએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અનુક્રમે રૂ. ૭૦.૦૬, રૂ. ૧૩૭.૦૩, રૂ. ૧૮૪.૮૮, રૂ. ૨૨૦.૩૦, રૂ. ૨૧૨.૦૮ કરોડની ખોટ કરી હતી. આવી જ ખોટ કરવામાં તેના પછીના ક્રમે ઇન્ડિયન બેંક આવે છે. તેણે રૂ. ૪૧.૮૫, રૂ. ૮૯.૫૩ , રૂ. ૧૫૧.૫૪, રૂ. ૧૬૧.૭૦ અને રૂ. ૧૮૮.૭૫ કરોડની ખોટ નોંધાવી હતી. ચૌધરીએ જણાવ્યું હતું કે ગ્રાહકને પોતાની બેક્રના એટીએમમાંથી દર મહિને પાંચ ટ્રાન્ઝેકશન ફ્રી છે. જ્યારે મેટ્રો શહેરોમાં બીજી બેંકના એટીએમમાં પર તે ત્રણ ટ્રાન્ઝેક્શન જ વિના મૂલ્યે કરી શકે છે.
નોન મેટ્રો શહેરમાં આ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા પાંચની છે. તેના પછી ગ્રાહકે પ્રતિ ટ્રાન્ઝેકશન્સ મહત્તમ રૂ.૨૧ ચૂકવવા પડે છે. પહેલી એપ્રિલથી હવે પાંચ ફ્રી ટ્રાન્ઝેકશન્સ સિવાય એટીએમ ટ્રાન્ઝેકશન્સ કર્યા તો પ્રતિ ટ્રાન્ઝેકશન્સ રૂ. ૧૯ ચૂકવવા પડશે. એટીએમ પર બેલેન્સ ચેક કરવાની ફી પણ એક રૂપિયો વધીને સાત રૂપિયા થઈ ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial